મરી તીખાં, તીક્ષ્ણ અને અગ્નિને પ્રદિપ્ત કરનાર, કફ તથા વાયુને મટાડનાર ગરમ, પિત્ત કરનાર અને રુક્ષ છે. તેમ જ શ્ર્વાસ, શૂળ-પીડા અને કૃમિને મટાડે છે.
(1) કાળાં મરી ચિત્રક અને સંચળ સમાન વજને લઇ બારીક લસ્ત્રગાળ ચર્ણ કરવું. એને મરીચાદિ ચૂર્ણ કહે છે. ½ થી 1 ચમચી જેટલું આ ચૂર્ણ તાજી, મોળી છાસ સાથે સવાર-સાંજ લેવાથી ગેસ, આફરો, અપચો, મંદાગ્નિ, પચ્યા વગરના ઝાડા, ઉદરરોગ, મસા, કબજિયાત વગેરે મટે છે.

(2) રાત્રે સુતી વખતે અજમા સાથે ચપટી મીઠું મેળવીને ખાવાથી ગેસની તકલીફવાળી વ્યક્તિને લાભ થાય છે.
(3) લીંબુ વાયુનાશક છે.
(4) મળાના રસમાં લીંબુનો રસ મેળવી પીવાથી ભોજન પછી પેટમાં થતો દુ:ખાવો કે ગેસ મટે છે.
(5) આદુનો 10 ગ્રમ રસ અને લીંબુના 10 ગ્રામ રસમાં 1.5 ગ્રામ સિંધવ મેળવી સવારે પીવાથી ગેસ અને ઓડકાર મટે છે.

(6) સંચળ, સિંધવ, મરી ને સૂંઠનો ભકો મધમાં પીવાથી ગેસ થતો નથી.
(7) બે લીંબુના ચાર ભાગ કરી એક પર મરીનું, બીજા પર સિંધવનું, ત્રીજા પર ડીકામરીનું અને ચોથા પર સંચળના ચૂર્ણની ઢગલી કરી, અગ્નિ પર ગરમ કરી વારાફરતી રોજ સવારે ગરમ ગરમ ચૂસવાથી ગેસની ફરિયાદ દૂર થાય છે.
(8) દિવેલમાં સાંતળેલી હરડેના ટૂકડા જમ્યા પછી સોપારીની જેમ મોમાં રાખઈ ચૂસવાથી ગેસની તકલીફ ઓછી થાય છે.