Saturday, June 10, 2023
Home Ajab Gajab જાણો આ નવું વર્ષ 2020 તમારા માટે કેવું રહેશે? કોને ફાયદો થશે...

જાણો આ નવું વર્ષ 2020 તમારા માટે કેવું રહેશે? કોને ફાયદો થશે ને કોને નુકસાન જશે? બસ ક્લિક કરીને વાંચો આખા વર્ષનું રાશિફળ….

વર્ષ 2020માં અનેક લોકોનું ભાગ્ય ખુલી જવાનું છે. જ્યોતિષના મતે, આગામી વર્ષ ઘણી રાશિઓ માટે ઘણું જ લાભદાયી રહેશે. આ વર્ષમાં માત્ર અટકેલા કામ જ પૂરા નહીં થાય પરંતુ ધન લાભ પણ થશે. ચાલો જાણીએ 2020 તમામ રાશિઓ માટે કેવું રહેશે?

 


મેષ મેષ રાશિના જાતકો માટે નવું વર્ષ ઉત્તમ રહેશે. આર્થિક તથા બિઝનેસમાં સફળતા મળશે. લગ્ન તથા પરિવારની સમસ્યાનો ઉકેલ આવશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. ખાસ કરીને હાડકાં તથા શ્વાસની બીમારીઓમાં વધુ સતર્ક રહેવું. આખું વર્ષ સૂર્યની ઉપાસના કરવી.

વૃષભ વૃષભ રાશિના જાતકો માટે 2020નું વર્ષ મધ્યમ રહેશે. આર્થિક તથા સંપત્તિમાં સફળતા મળશે. તમામ અટકેલા કામ પણ પૂરા થશે. કરિયરમાં સફળતા મળશે પરંતુ સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા મુશ્કેલી ઊભી કરે છે. આખું વર્ષ શનિદેવની ઉપાસના કરવી.

મિથુન મિથુન રાશિ માટે વર્ષની શરૂઆત મધ્યમ રહેશે. જોકે, વર્ષના મધ્યથી તમામ બાબતો ઉત્તમ થશે. કરિયરમાં મોટી સફળતા મળશે. વાહન તથા સંપત્તિ લાભના યોગ બને છે. પરિવાર તથા વૈવાહિક જીવનમાં લાપરવાહી ના રાખો. આખું વર્ષ હનુમાનજીની ઉપાસનાથી લાભ થશે.

કર્ક આ વર્ષે તમામ બાબતોનો ઉકેલ મળવાની આશા છે. કરિયર તથા ધનના કિસ્સામાં મોટી સફળતા મળશે. સ્થાન પરિવર્તન તથા વિદેશ જવાના યોગ છે. આ વર્ષે લગ્ન થવાની સંભાવના છે. આખું વર્ષ શનિદેવની ઉપાસના કરો.

સિંહ સિંહ રાશિમાં આ વર્ષે આર્થિક તથા કરિયરની સમસ્યાનો ઉકેલ આવશે. સંતાન પક્ષ તરફથી ઘણો જ સહયોગ મળશે. પરિવાર સાથે તાલમેલ રહેશે. ઈજા તથા હાડકાંની સમસ્યા પર ધ્યાન આપો. ઘર નવું બનશે અથવા સંપત્તિ લાભના યોગય છે. આખું વર્ષ સૂર્યદેવ તથા ગણેશની ઉપાસના કરો.

કન્યા કન્યા રાશિના જાતકોને નોકરી તથા રોજગારમાં સફળતા મળશે. દામ્પત્ય જીવન તથા લગ્નની સમસ્યા હલ થશે. સંતાન પક્ષ તથા સંબંધીઓને લઈને સાવધાની રાખવી. કારણ વગરના કેસ તથા સંપત્તિના વાદ-વિવાદથી દૂર રહેવું. આખું વર્ષ મા દુર્ગાની પૂજા કરવી.

તુલા તુલા રાશિ માટે આ વર્ષ એકંદરે સારું રહેશે. નોકરી-ધંધામાં સારી તકો છે. લગ્નજીવનમાં થોડું ધ્યાન આપવાની જરૂર છે. સંતાનોની તબિયત પર વિશેષ ધ્યાન આપવું. આખું વર્ષ શિવજીની પૂજા કરવી.

વૃશ્ચિક વર્ષની શરૂઆતમાં નોકરીની સમસ્યાના યોગ છે. ખોટા નિર્ણય તથા અંહકાર તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. વર્ષના મધ્યથી જીવનમાં પરિવર્તન આવશે. જીવનસાથી અથવા કોઈ મિત્રના સહયોગથી લાભ થશે. આખું વર્ષ વિષ્ણુ સહસ્ત્રનામનું પઠણ કરવું.

ધન કરિયરમાં પરિવર્તન તથા મોટી સફળતા મળશે. સ્થાન તથા ઘર પરિવર્તનના મજબૂય યોગ છે. પરિવારમાં અંતર વધતું દેખાય છે. વાણી તથા ક્રોધને કારણે સમસ્યાઓના નિમંત્રણ ના આપો. આખું વર્ષ શનિદેવની ઉપાસના કરો.

મકર સ્વાસ્થ્યમાં સુધારો થશે. શરૂઆતમાં કરિયરને લઈ થોડી સમસ્યા આવશે. જોકે, કેટલાંક સમય પછી પરિવર્તન સાથે સારો બદલાવ આવશે. આ વર્ષે જીવનચર્યા પર ધ્યાન આપવાની જરૂર છે. આખું વર્ષ શનિમંત્રના જાપ કરવા.

કુંભ ધનને લઈ વર્ષ મધ્યમ રહેશે. સ્થાન પરિવર્તનના મજબૂત યોગ છે. તબિયત, ખાસ કરીને પેટ તથા આંખનું ધ્યાન રાખવું. વર્ષના મધ્યથી સ્વાસ્થ્યની સમસ્યામાં સુધારો થશે. આખું વર્ષ શિવજીની ઉપાસના કરવી.

મીન આ વર્ષે કરિયરની સમસ્યાઓ હલ થશે. આર્થિક સ્થિતિમાં સતત સુધારો થશે. આ વર્ષની શરૂઆતમાં રોજગારને લઈ સારી તક મળશે. બિઝનેસ તથા પાર્ટનરશિપમાં ધ્યાન આપો. આખું વર્ષ સૂર્યદેવને જળ અર્પિત કરો અને એક રૂદ્રાક્ષ ધારણ કરો.

RELATED ARTICLES

Most Popular

Recent Comments