આજે દેશના એ વીર જવાનોને યાદ કરવાનો દિવસ છે જે દેશ માટે એમની યુવાનીમાં શહીદ થઈ ગયા હતા. આજે PM મોદી સહિત આખો દેશ તેઓને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યો છે.

21 માર્ચ એટલે શહીદ દિવસ. દેશના વીર સપૂતોને યાદ કરવાનો દિવસ. ભરજુવાનીમાં ચડી ગયા હતા ફાંસીનાં માંચડે. PM મોદીએ પણ ટ્વિટ કરીને કર્યા નમન.
અંગ્રેજોથી ભારતને આઝાદી અપાવવા માટે આ દેશના અનેક સપૂતોએ પોતાના જીવનું બલિદાન આપ્યું. આ દિવસે જ અંગ્રેજ સરકારને ધૂળ ચટાવનાર ભગતસિંહ, રાજગુરૂ અને સુખદેવને ફાંસી આપવામાં આવી હતી. દેશના વીર શહીદોનું સન્માન કરવા અને દેશ માટે તેમના બલિદાનને યાદ કરવા માટે દર વર્ષે 23 માર્ચે ભારતમાં શહીદ દિવસની ઉજવણી કરવામાં આવે છે. શહીદ દિવસ દેશ માટે ખૂબ જ ખાસ અને ભાવનાત્મક દિવસ છે.

23 વર્ષની ઉંમરે ભગતસિંહ ચડી ગયા હતા ફાંસીના માંચડે
માત્ર 23 વર્ષની ઉંમરે ભગતસિંહ તેમના સાથીઓ સાથે હસતા હસતા ફાંસીના માંચડે ચડી ગયા હતા. ભગતસિંહ અને તેમના સાથીઓના બલિદાનને દર વર્ષે શહીદ દિવસ તરીકે યાદ કરવામાં આવે છે. બલિદાનના 92 વર્ષ પછી પણ ભગતસિંહ અને સ્વતંત્ર ભારત વિશેના તેમના વિચારો યાદ કરવામાં આવે છે. ત્યારે જાણીએ તેમના જીવન સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો. જે આજે પણ કરોડો યુવાનોને પ્રેરણા આપે છે.
જલિયાવાલા બાગમાં લીધી હતી શપથ..
જલિયાવાલા બાગ હત્યાકાંડની શહીદ વીર ભગતસિંહના જીવન પર ઊંડી અસર પડી હતી. વર્ષ 1919માં અંગ્રેજોના આ હત્યાકાંડે ભગતસિંહનું જીવન બદલી નાખ્યું. તે સમયે ભગતસિંહ માત્ર 12 વર્ષના હતા. કહેવાય છે કે ભગતસિંહે જલિયાવાલા બાગમાં જ અંગ્રેજ શાસન સામે લડવાની પ્રતિજ્ઞા લીધી હતી.
સ્વતંત્રતા વિશે શું વિચારતા ભગતસિંહ?
આઝાદી અંગે ભગતસિંહના વિચારો તદ્દન અલગ હતા. તેમનું માનવું હતું કે અંગ્રેજો દેશ છોડી દેશે ત્યારે ભારતને આઝાદી નહીં મળે. ભારત ત્યારે આઝાદ થશે જ્યારે આ દેશ એવો સમાજ બનશે જ્યાં કોઈ કોઈનું શોષણ ન કરે.
PM મોદી સહિત અનેક નેતાઓએ અર્પણ કરી શ્રદ્ધાંજલિ
આજે દેશભરમાં આ શહીદોને યાદ કરવામાં આવી રહ્યા છે. દેશના વડાપ્રધાન સહિત કેટલાક મોટા નેતાઓએ આજે ભગતસિંહ, રાજગુરૂ અને સુખદેવને યાદ કરીને તેમને નમન કર્યા. આજે શહીદ દિવસ નિમિતે પીએમ મોદીએ શહીદોને શ્રદ્ધાંજલી પાઠવી છે. PM નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવી છે.
ટ્વિટ કરીને અર્પણ કરી શ્રદ્ધાંજલિ
PM મોદીએ ટ્વિટ કરીને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. તેમણે લખ્યું છે કે, ‘ભગત સિંહ, સુખદેવ અને રાજગુરુના બલિદાનને ભારત હંમેશા યાદ રાખશે. આ એવા મહાનુભાવો છે જેમણે આપણા સ્વાતંત્ર્ય સંગ્રામમાં અપ્રતિમ યોગદાન આપ્યું છે.’
અમતિ શાહે આપી શ્રદ્ધાંજલિ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ આજે શહીદ દિવસ પર ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. તેમણે ટ્વિટમાં લખ્યું છે કે, શહીદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુએ સ્વતંત્રતા-આંદોલનને પોતાના વિચારો અને પ્રાણોથી સીચીને, જે ક્રાંતિની ભાવનાનો સંચાર કર્યો, તેવું ઇતિહાસમાં ભાગ્યે જ જોવા મળે છે.
‘માભોમ માટે પ્રાણોની આહુતિ આપનાર શહીદોને નમન’ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વિટમાં લખ્યું છે કે, ભારતમાતાની આઝાદી માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર, અસંખ્ય યુવાનોમાં સ્વતંત્રતાની ચેતના પ્રગટાવનાર, સાહસ; નિર્ભયતા અને દેશપ્રેમના પ્રતીક, અમર શહીદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને તેમના બલિદાન દિવસ પર કોટિ કોટિ વંદન.