2600 વર્ષે પહેલી વાર ખૂલ્યું ઇજિપ્તનું મમી!
ઇજિપ્તની રાજધાની કૈરોથી 30 કિલોમીટરના અંતરે આવેલા સક્કારામાં પુરાતત્ત્વવિદોએ થોડા દિવસ પહેલાં એક પ્રાચીન કબ્રસ્તાન શોધી કાઢેલું,
જેમાંથી 59 મમી મળી આવ્યાં હતાં. હજી ત્યાં શોધખોળનું કામ ચાલી રહ્યું છે. આથી નવાં મમી મળવાની શક્યતા પણ નકારી શકાતી નથી.
મળી આવેલાં મમીમાંથી પહેલા મમીને મીડિયા તથા હાઈપ્રોફાઈલ ડિગ્નિટરીઓની હાજરીમાં ખોલવામાં આવ્યું હતું.
યાને કે આ મમીને 2600 વર્ષમાં પહેલી વાર ઉઘાડવામાં આવ્યું હતું. આ ઘટનાનો વીડિયો ઇજિપ્તના પ્રવાસન મંત્રાલયે શૅર કર્યો છે.
આટલાં જૂનાં હોવા છતાં મમી અને અન્ય ચીજવસ્તુઓ યથાતથ સ્થિતિમાં જળવાયેલાં છે