તાઇવાનમાં પતંગ સાથે ત્રણ વર્ષની બાળકી હવામાં ઊડી!.
તાઇવાનના નાનલિયાઓ શહેરમાં ચાલી રહેલા પતંગ મહોત્સવમાં શોકિંગ ઘટના બની.
ત્રણ વર્ષની નાની બાળકી ઊડતા પતંગની દોરીની અડફેટે આવી ગઈ અને શક્તિશાળી પતંગ બાળકીને ખેંચી ગયો.
નીચે ઊભેલા સેંકડો લોકો ફાટી આંખે અને હાયકારા સાથે જોતા રહ્યા.
સદનસીબે લોકોએ બાળકીને સહીસલામત ઝીલી લેતાં તેનો આબાદ બચાવ થયો હતો.