14 દિવસનું બાળક યોગ્ય રીતે પેશાબ કરી શકતું ન હતું. આવી સ્થિતિમાં પરિવાર બાળકીને ડોક્ટર પાસે લઈ ગયો. જ્યારે ડોકટરોએ તપાસ કરી તો તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા કારણ કે બાળકના પેટમાં એક ભ્રૂણ હતું. આવો જાણીએ શું છે સમગ્ર મામલો.

દુનિયામાં ક્યારેક એવી ઘટનાઓ બને છે કે લોકો સાંભળીને પોતાનું માંથુ પકડી લે છે. આવી જ એક ઘટના અગાઉ બિહારના મોતિહારી જિલ્લામાં જોવા મળી હતી.જેમાં તપાસમાં ડોક્ટરોને માત્ર 40 દિવસના બાળકના પેટમાં ભ્રૂણ મળી આવ્યું હતું.
પણ હાલમાં જ ઉત્તર પ્રદેશની વારાણસીમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટના બાદ ડોક્ટરો પણ આશ્ચર્યમાં મુકાયા છે. BHUના ડોક્ટરોએ 14 દિવસના બાળકનું ઓપરેશન કરી પેટમાંથી ત્રણ ભ્રુણ બહાર કાઢ્યા છે.

7 ડોક્ટરોની ટીમ દ્વારા 3 કલાક સુધી ઓપરેશન ચાલ્યું હતું, જેમાં સફળતા મળી છે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર જન્મ સમયે બાળકનું વજન 3.3 કિલોગ્રામ હતું, જોકે ઓપરેશન કર્યા બાદ બાળકનું વજન 2.8 કિલોગ્રામ થઈ ગયું છે.
BHUના ડૉ.શેત કચ્છપે જણાવ્યું કે, મઉ જિલ્લાના રહેવાસી દંપત્તિ તેમના 10 દિવસના બાળકોને લઈને BHU આવ્યા હતા. આ બાળકને સોજો અને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. જ્યારે બાળકનું અલ્ટ્રાસાઉન્ડ કરાયું ત્યારે તેના પેટમાં ગર્ભ હોવાનું જાણવા મળ્યું હતું. આ બાબતની ખાતરી કરવા માટે સીટી સ્કેન પણ કરાયું હતું, ત્યારે બાળકના પેટમાં ગર્ભ હોવાનું જાણવા મળતાં ડોક્ટરો આશ્ચર્યમાં મુકાતા હતા.
5 લાખમાંથી 1 બાળકમાં જોવા મળે છે આ સમસ્યા
3 દિવસની સારવાર બાદ સોમવારે સર સુંદરલાલ હોસ્પિટલના ડોક્ટરોની ટીમે બાળકનું ઓપરેશન કર્યું હતું. આ દરમિયાન કાઢવામાં આવેલા ભ્રૂણ અલગ-અલગ અવસ્થામાં મળી આવ્યા હતા. ડૉ.ગ્રીષ્માએ જણાવ્યું કે, આ રોગ ખૂબ જ અસામાન્ય છે. આવી સમસ્યા 5 લાખ લોકોમાંથી 1 બાળકમાં જોવા મળે છે. માતાની પ્રેગનન્સી દરમિયાન જ ગર્ભ બાળકના પેટમાં પ્રવેશે છે તેમજ આ ભ્રુણનો વિકાસ થતો નથી.
ડોક્ટરોની આ ટીમે કર્યું સફળ ઓપરેશન
ડો.રુચિરાના નેતૃત્વમાં ડો.શેત કચ્છપ, ડો.ચેતન, ડો.ગ્રીષ્મા ઉપરાંત એનેસ્થેસિયા ડો.અમૃતા, ડો.આભા અને રિતિકાના સહયોગથી બાળકનું સફળ ઓપરેશન કરાયું હતું. ઉપરાંત આ બાળકનું ઓપરેશન BHUની સર સુંદરલાલ હોસ્પિટલમાં નિ:શુલ્ક કરવામાં આવ્યું છે.