સરકારે આ કારણે રદ કર્યા 44 લાખ રાશન કાર્ડ
આજ રોજ સરકાર દ્વારા રેશન કાર્ડને લઈને મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. જે હેઠળ સરકારે પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ PDSના 43 લાખ 90 હજાર બોગસ અને બિન માન્યતા પ્રાપ્ત રાશન કાર્ડ રદ્દ કર્યા છે. ત્યારે યોગ્ય લાભાર્થીઓને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમના આધારે સબ્સિડી વાળું અનાજ આપી શકાય તે માટે સરકારે આ કઠોર નિર્ણય લીધો છે.
આ સમગ્ર મામલા અંગે એક અધિકારીએ જણાવ્યું કે, રાશન કાર્ડના ડિજિટલીકરણ અભિયાને સાર્વજનિક વિતરણ પ્રણાલીને પારદર્શી બનાવવા અને તેમાં સુધારો લાવવામાં મદદ કરી છે. આ સાથે તેઓએ કહ્યું કે અયોગ્ય રાશન કાર્ડને હટાવતી સમયે અમે દરેક રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશો માટે નક્કી કરાયેલા નવા લાભાર્થીઓને પણ જોડીએ છીએ.
અધિકારીએ કહ્યું કે NFSAના આધારે અમે સબ્સિડી દરે 4.2 કરોડ ટન અનાજ વહેંચીએ છીએ. 2 રૂપિયે કિલો ઘઉં, 3 રૂપિયે કિલો ચોખા આપવામાં આવે છે. PMGKAYના આધારે દર મહિને 3.2 કરોડ ટન ફ્રી અનાજની વહેંચણી કરાય છે. કોરોનામાં આ બંને સ્કીમના આધારે આ વિતરણ કરાયું છે.