500 માંથી 499 માર્ક્સ મેળવનાર CBSE ટોપરે જણાવ્યું પોતાની સિક્રેટ..
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)ના 12મા ધોરણની બોર્ડની પરીક્ષાના પરિણામો જાહેર થઇ ગયા છે. જેમાં બે વિદ્યાર્થીઓ 500 માંથી 499 અંક પ્રાપ્ત કરીને આ વર્ષના ટોપર બની ચુક્યા છે. આ બંને જ ટોપર છોકરીઓ છે, જેમના નામ હંસિકા શુકલા અને કરિશ્મા અરોડા છે. આ વર્ષે છોકરીઓના પાસિંગ ટકા 88.7 અને છોકરાઓના 79.9 ટકા રહયા છે.
આ વર્ષે પણ આ પરિણામોમાં છોકરીઓ છોકરાઓ કરતા આગળ રહી છે અને છોકરીઓએ બાજી મારી લીધી છે. ટોપર હંસિકા DPS ગાઝિયાબાદમાં ભણે છે અને એ આર્ટ્સની વિધાર્થી છે. તેને 5માંથી 4 વિષયમાં 100 માર્ક્સ મળ્યા છે અને અંગ્રેજીમાં તેનો 1 માર્ક કપાયો છે.
હંસિકાએ એક ન્યુઝ ચેનલ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે તે રેગ્યુલર અભ્યાસ કરતી હતી. તે દરેક વિષયને સમય આપતી હતી અને ફોનથી દૂર રહેતી હતી. જેમાં તેના પિતાએ તેની ખૂબ જ મદદ કરી છે. એ સોશિયલ મીડિયાથી પણ દૂર રહેતી હતી. તેનું કહેવું છે કે તે કોઈ કોચિંગ વિના જ આ ઉકામ પર પહોંચી છે. તેને સંગીતનો શોખ પણ છે.
હંસિકાએ ભવિષ્ય વિશે જણાવતા કહ્યું કે તેને આઈએફએસ બનવું છે, તેને ઇન્ટરનેશનલ રિલેશનમાં રસ છે. તેને સ્પોર્ટ્સ પણ પસંદ છે. તે રિલેક્સ થવા માટે સ્પોર્ટ્સ વિડિયોઝ જોતવે છે. તે પરીક્ષા પહેલા છેલ્લા મહિનાઓમાં તો ઘરની બહાર પણ ખૂબ જ ઓછી નીકળતી હતી. તેને ઘરનું ખાવાનું જ પસંદ છે. તેની માતા થોડી સ્ટ્રિક્ટ છે અને પિતા ઓછા સ્ટ્રિક્ટ છે. તેનું મમ્મી ગાઝિયાબાદના એક કોલેજમાં સોશિયોલૉજી ભણાવે છે. પિતા રાજ્યસભા સચિવાલયમાં કામ કરે છે.