દુનિયાનો પહેલો કિસ્સો, 8 સપ્તાહના બાળકે તેના પિતાને કહ્યું- કેમ છો…
માત્ર 8 સપ્તાહ પહેલા જન્મેલા બાળકે પોતાના પિતાને હેલો કહીને દુનિયાને ચોંકાવી દીધી છે. આ સૌથી ઓછી ઉંમરમાં બોલનારુ દુનિયાનું પહેલું બાળક બની ગયું છે. આ બાળક બ્રિટેનના રહેવાસી નિક અને કૈરોલિનનું છે. જે વારં-વાર પોતાના પિતાના કહેલા શબ્દોને રીપિટ કરે છે. તેનો એક વીડિયો પણ વાયરલ થયો છે.
અચાનક બાળક બોલ્યું હેલો
એક વીડિયોમાં નિક પોતાના દીકરાને હેલો કહે છે, ત્યાર બાદ બાળક પણ જવાબમાં હેલો કહી રહ્યું છે. વીડિયોને બાળકની માતા કેરોલિને શૂટ કર્યો છે. કૈરોલિન કહે છે આવું અચાનક થયું છે. અમે તેને હેલો કહેવા માટે કહી રહ્યા હતા કે તેણે સાંભળ્યા પછી પાછો આ જ શબ્દ કહ્યો.
વારંવાર હસે છે
કેરોલિન કહે છે, અમે તેનો વીડિયો વારં-વાર જોઈએ છીએ. અમને ગર્વનો અનુભવ થઈ રહ્યો છે. આ આટલી ઉંમરમાં વારંવાર હસતુ રહે છે. સામાન્ય રીતે બાળક 10થી 14 મહિનાની ઉંમરમાં બોલવાનું શરૂ કરે છે. અમારા બીજા બાળકે છ માસની ઉંમરમાં બોલવાનું શરૂ કર્યું હતું.