અનાજમાં બાજરી, રાગી, કુથલી, સવા, જવા, કંગની ચણા અને કોદળીને પણ શામેલ કર્યા છે. અનેક મોટા અનાજ પણ મિલેટ જ છે. મોટા અનાજમાં ભરપૂર માત્રામાં ડાઈટ્રી ફાઈબર હોય છે. જેમાં બિલકુલ પણ ફેટ હોતી નથી. આ કારણોસર અનાજ પેટને ઠંડુ રાખે છે અને હાર્ટ ડિસીઝ, ડાયાબિટીસ જેવી બિમારીઓ સામે રક્ષણ આપે છે.

રાગી
તેમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે. રિસર્ચમાં સાબિત કરવામાં આવ્યું છે કે, રાગી એન્ટી-ડાયબેટીક, એન્ટી ટ્યૂમરજેનિક હોય છે. રાગીની રોટલી બનાવીને પણ તેનું સેવન કરી શકાય છે.

જુવાર
જુવારમાં સૌથી વધુ માત્રામાં વિટામીન બી-કોમ્પલેક્ષ હોય છે. જુવારમાં એન્ટીઓક્સિડેન્ટ્સ હોય છે. નિયમિત રૂપે જુવારનું સેવન કરવાથી વજન ઓછું થાય છે અને બ્લડ સુગર કંટ્રોલમાં રહે છે. હ્રદય રોગની સમસ્યામાં પણ લાભકારી છે.

બાજરી
બાજરીનું સેવન કરવાથી ડાયાબિટીસ નિયંત્રિત કરી શકાય છે. હ્રદયની સમસ્યાથી રાહત મેળવી શકાય છે. નિયમિતરૂપે બાજરીના રોટલાનું સેવન કરવાથી હાર્ટ અટેકનું જોખમ ઓછું થઈ જાય છે.

ચણા
ચણાની તાસીર ઠંડી હોય છે અને પેટને ઠંડક આપે છે. ચણા કોલસ્ટ્રોલ, બ્લડ શુગર અને ટ્રાઈગ્લિસેરાઈડ્સ ઓછો કરે છે
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે અમે આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.