રાતોરાત કરોડપતિ થવું હોય તો આ કરો ખેતી
થાઇલેન્ડમાં થતી એક કિલો વજન ધરાવતા જમરૂખની સફળ ખેતી સુરત જિલ્લાના માંગરોલ તાલુકાના ગીજરમ ગામના યુવાન ખેડૂત કરી રહ્યા છે. આ ખેડૂતે ૨૨ વીંઘાના ખેતરમાં ૭ હજાર છોડ રોપી હાલમાં જમરૂખનું મબલખ ઉત્પાદન મેળવી રહ્યા છે. દક્ષિણ ગુજરાતના મોટા ભાગના ખેડૂતો આમ તો સામાન્ય રીતે ડાંગર અને શેરડીની ખેતી જ વધુ કરે છે.
ત્યારે માંગરોલ તાલુકાના ગીજરમ ગામના નવયુવાન ખેડૂત રણધીરસિંહ આડમાર જમરૂખની ખેતીની માહિતી લેવા માટે થાઈલેન્ડ ગયા હતા. થાઇલેન્ડમાં એક કિલો વજનના જમરૂખની ખેતી થાય છે. ત્યાં જઇ જમરૂખની ખેતી અંગે જરૃરી માર્ગદર્શન મેળવ્યું હતુ.
રણધીરસિંહએ પ્રથમ ૬૦૦ રોપા વાવ્યા હતા.
જોકે, પહેલા રણધીરસિંહએ ઓલપાડમાં તેના મિત્રએ પણ આ ખેતી કરી હોય ઓલપાડ જઈ પ્રાથમિક માહિતી લઈ પ્રથમ ૬૦૦ રોપા વાવ્યા હતા.
ત્યારબાદ તેને આ ખેતી સારી લાગતાં વધુ ૬૪૦૦ રોપા રોપી કુલ ૭૦૦૦ રોપા રોપી એક કિલોના વજન ધરાવતા જમરૂખની સફળ ખેતી કરી છે.
સામાન્ય જમરૂખ અને એક કિલો વજન ધરાવતાં જમરૂખની ખેતીમાં શું ફરક છે ?
હવે સમજીએ કે સામાન્ય જમરૂખ અને થાઈલેન્ડના એક કિલો વજન ધરાવતાં જમરૂખની ખેતીમાં શું ફરક છે ? સામાન્ય જમરૂખનું વજન ૫૦ થી ૧૦૦ ગ્રામ જ હોય છે જ્યારે આ જમરૃખનું વજન ૭૦૦ થી ૮૦૦ ગ્રામ થાય છે. ફક્ત વજન જ નહીં પણ ભાવમાં પણ ફરક છે.
સામાન્ય જમરૂખ હાલ બજારમાં રૃ.૧૫ થી ૨૦માં એક નંગ મળે છે ત્યારે આ જમરૂખનો ભાવ રૃ. ૮૦ થી ૧૦૦ પર નંગ છે. હાલ તો ખેડૂત રણધીરસિંહ પોતાની જમરૂખની ખેતીમાંથી રોજ ૧૫૦ કેરેટ જમરૂખનો ઉતારો લઈ રહ્યા છે. અને સારી આવક મેળવે છે…