રીંગણને આપણે શાકભાજીનો રાજા કહેતા હોય છે. શિયાળામાં તો આપણ રીંગણ ભરપૂર ખાતા હોઈએ છીએ. કહેવાય છે કે રીંગણમાં જે પોષક તત્વ છે, જે અન્ય શાકભાજીમાં નથી. જોકે, કેટલાંક લોકો માટે રીંગણ ઘણાં જ નુકસાનકારક રહે છે.
આ કારણે રીંગણ ઓછા ખાવા જોઈએ….
રીંગણ નાઈટશેડ ફેમિલીમાંથી આવે છે. (આમાં ટામેટા, કેપ્સીકમ, ડુંગળી વગેરેનો સમાવેશ થાય છે) આમાં સોલેનિન નામનું ઝેરીલું તત્વ હોઈ શકે છે. આ તત્વ વધારે માત્રામાં હોય તો પેટમાં દુખાવો, ઉલટી, માથાનો દુખાવો, ખંજવાળ, સાંધામાં દુખાવાની સમસ્યા થઈ શકે છે. આ સાથે જ આ તત્વ થાઈરોઈડની મુશ્કેલીમાં વધારો કરે છે. આથી જ રીંગણ ઓછા ખાવા જોઈએ.
આ સાથે જ રીંગણમાં ઓક્ઝેલેટ પણ હોય છે, જેમાંથી કિડનીમાં પથરી હોય તેમણે ઓછી માત્રામાં ખાવા જોઈએ. ઓક્ઝેલેટને કારણે કેલ્શિયમનું શોષણ ઓછું થાય છે. કેલ્શિયમની ઉણપને કારણે દાંત તથા હાડકાં નબળાં પડે છે. જોકે, અન્ય શાકભાજીની તુલનામાં રીંગણા સારા છે. જોકે, તમે વધુ માત્રામાં રીંગણ લો તો તે ઝેરથી ઓછું નથી…
આ લોકોએ રીંગણ વધુ પ્રમાણમાં ના ખાવા….
ગર્ભવતી મહિલાઓએ વધુ માત્રામાં રીંગણ ખાવા જોઈએ નહીં. રીંગણ ગર્ભમાં ઉછેરતા બાળક માટે હાનિકારક બની શકે છે. આ ઉપરાંત જે મહિલાઓમાં લોહીની ઉણપ હોય તેમણે પણ રીંગણ બને ત્યાં સુધી લેવા જોઈએ.
જે લોકો નિયમિત રીતે રક્તદાન કરતાં હોય તેમણે પણ રીંગણ લેવાનું બને ત્યાં સુધી ટાળવું જોઈએ. જો તમે એન્ટી ડિપેટેન્ટ ડ્રગ્સ લેતા હોવ તો પણ તમારે રીંગણ લેવા નહીં. કારણ કે આ તમારી દવાની સાથે ઈફેક્ટ કરી શકે છે.