ગણતંત્ર દિવસ પર હુમલો કરવાની ફિરાકમાં રહેલાં 5 આતંકવાદીઓને ભારતના સુરક્ષાદળોએ ઝડપી લીધા છે. જૈશ-એ-મોહમ્મદ આતંકવાદી સંગઠન સાથે તમામ આતંકીઓ સંકળાયેલા હોય તેવી જાણકારી મળી રહી છે. જે આતંકીઓ ઝડપાયા છે..
તેમાં એજાજ અહમદ શેખ, ઉમર હમીદ શેખ, ઈમતીયાઝ અહમદ ચિકલા, સાહિલ ફારુક ગોજરી અને નસીર અહમદ મીરનો સમાવેશ થાય છે.
ભારતીય સુરક્ષાદળોની મુસ્તેદ્દીની લીધે આ આતંકીઓ પકડમાં આવી ગયા છે. જમ્મુ કાશ્મીરમાં આ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે.
સુરક્ષા એજન્સીઓ દ્વારા ઈનપુટ આપવામાં આવ્યો અને તે બાદ 5 આતંકીઓને ઝડપી લેવાયા છે. પકડાયેલાં આતંકવાદીઓ 26મી જાન્યુઆરીના રોજ હુમલો કરવાની ફિરાકની હતા તેવી જાણકારી પ્રાપ્ત થઈ છે.
26મી જાન્યુઆરીના રોજ ગણતંત્ર દિવસે ગ્રેનેડથી હુમલો કરવાની ફિરાકમાં આતંકીઓ હતા. શ્રીનગર પોલીસે કાર્યવાહી કરીને આ આતંકીઓ કોઈ હુમલો કરે તે પહેલાં જ તેમને ઝડપી લીધા છે.