આ વખતે મહાશિવરાત્રી 21 ફેબ્રુઆરી, 2020 ના રોજ ઉજવવામાં આવશે. આ વખતે મહાશિવરાત્રી પર 59 વર્ષ બાદ ખાસ યોગ બની રહ્યો છે. આ યોગ સાધના-સિદ્ધિ યોગ તરીકે ઓળખવામાં આવે છે. જ્યોતિષાચાર્યોના જણાવ્યા અનુસાર, આ શશ યોગ તરીકે ઓળખાય છે. આ દિવસે પાંચ ગ્રહોની રાશિ પુનરાવૃત્તિ પણ થાય છે.
જ્યોતિષાચાર્યો અને જણાવ્યા અનુસાર, આ દિવસે શનિ, ચંદ્ર મકર રાશિ, ગુરૂ ધનુ રાશિ, બુધ કુંભ રાશિ અને શુક્ર મીન રાશિમાં રહેશે. ઉલ્લેખનિય છે કે, આવી સ્થિતિ અને આવો યોગ વર્ષ 1961 માં બન્યો હતો. આ દરમિયાન દાન-પુણ્ય કરવાનું પણ વિધાન છે.
જ્યોતિષિઓનું માનવું છે કે, મહાશિવરાત્રીના દિવસે શ્રદ્ધાળુઓને વધુમાં વધુ દાન આપવાથી પુણ્ય મળે છે. આ સાથે જ મહાશિવરાત્રીના દિવસે સાધુ-સંતો સાથે બ્રાહ્મણો અને ગરીબોને ભોજન કરાવી વસ્ત્રદાન કરાવવું જોઇએ. સાથે-સાથે ગાયોને લીલું ઘાસ ખવડાવવું પણ શુભ ગણાય છે. મહાશિવરાત્રીના દિવસે પક્ષીઓને ચણ નાખવું પણ શુભ ગણાય છે. પીપળાને જળ ચઢાવવાથી પણ શુભ ફળ મળે છે.
સંબંધિત વાર્તાઓ..
મહાશિવરાત્રી પર ભગવાન શિવનું વ્રત કરવાથી અને તેમની આરાધના કરવાથી શિવજી ખુશ થાય છે અને ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. આ દિવસે શિવ મંદિરોમાં ભક્તો શિવલિંગનો જળાભિષેક કરે છે. જ્યોતિષિઓનું માનવું છે કે, જ્યોતિષ શાસ્ત્રમાં સાધના માટે ત્રણ રાત્રીઓને ખાસ માનવામાં આવે છે. જેમાં શરદ પૂર્ણિમાને મોહરાત્રી, દિવાળીની કાળરાત્રી અને મહાશિવરાત્રીને સિદ્ધ રાત્રી તરીકે ઓળખવામાં આવે છે.
આ વખતે મહાશિવરાત્રી પર ચંદ્ર શનિની મકર યુતિની સાથે શશ યોગ બની રહ્યો છે. શ્રવણ નક્ષત્રમાં આવતી શિવરાત્રી અને મકર રાશિનો ચંદ્રમાનો યોગ જ બને છે. જ્યારે આ વખતે 59 વર્ષ બાદ શનિ મકર રાશિમાં હોવાથી તથા ચંદ્રનો ચંચાર અનુક્રમમાં શનિના વર્ગોત્તર અવસ્થામાં શશ યોગનો સંયોગ બની રહ્યો છે. કારણકે ચંદ્ર મન તથા શનિની ઉર્જાનો કારક ગ્રહ છે.
આ યોગ સાધનાની સિદ્ધિ માટે બહુ મહત્વનો છે. આ વખતે શિવરાત્રી પર સર્વાર્થ સિદ્ધિ યોગનો પણ સંયોગ બનશે. ઉલ્લેખનિય છે કે, આ યોગમાં ભગવાન શિવ-પાર્વતીની પૂજા-અર્ચનાને શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ દરમિયાન શિવ પુરાણ અને મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાથી પણ શુભ ફળ મળે છે.