તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના તમામ કલાકારો હવે ખૂબ ફેમસ થઈ ગયા છે. જોકે આમાના મોટાભાગના કલાકારોની શરૂઆતની જિંદગી ખૂબ સંઘર્ષપૂણ રહી છે. એમાં પણ ‘અબ્દુલ’નો રોલ કરનાર ‘શરદ સાંકલા’એ જીવનમાં આગળ આવવા ખૂબ મહેનત કરી છે. શરદે 35થી વધુ ફિલ્મો અને શો કર્યા હોવા છતાં તેને ઓળખ બનાવવામાં ખૂબ સંઘર્ષ કરવો પડ્યો હતો. જોકે આજે મુંબઈમાં તેની પોતાની બે રેસ્ટોરન્ટ છે.
એક દિવસના મળતા હતા માત્ર 50 રૂપિયા શરદે 1990માં પહેલી ફિલ્મ ‘વંશ’ દ્વારા એન્ટ્રી કરી હતી. આ ફિલ્મમાં શરદે ચાર્લી ચેમ્પિનનો રોલ કર્યો હતો. આમ તો આ રોલ ઘણો નાનો હતો, જોકે આ ફિલ્મમાં શરદને દરરોજ 50 રૂપિયા મળતા હતા. ત્યાર બાદ શરદ ‘ખેલાડી’, ‘બાજીગર’ અને ‘બાદશાહ’ જેવી ઘણી ફિલ્મોમાં જોવા મળ્યો હતો, પણ ત્યાર બાદ તે આઠ વર્ષ સુધી કોઈ કામ વગર રહ્યો હતો.
આઠ-આઠ વર્ષ સુધી કામ વગર પ્રોડ્યુસર્સના દરવાજા ખખડાવ્યા શરદે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે ‘તેણે વચ્ચેના આઠ વર્ષોમાં ઘણા પ્રોડ્યુસર્સના દરવાજા ખખડાવ્યા હતા. નામ હોવા છતાં કામ નહોતું મળતું. પણ મારે સરવાઈવ કરવાનું હતું તો મે આસિસ્ટન્ટ, કોરિયોગ્રાફર અને કાસ્ટિંગ ડાયરેક્ટર તરીકે કામ કરવાનું શરૂ દીધુ હતું. કેટલાક કેમિયો રોલ પણ કર્યા. પણ મોટું કંઈ હાંસલ થયું નહોતું.
હું અને અસિત મોદી સાથે ભણતા હતા શરદે જણાવ્યું હતું, “કોલેજના દિવસોમાં હું અને પ્રોડ્યુસર અસત મોદી સેમ બેંચમાં હતા. તે મને પર્સનલી અને પ્રોફેશનલી ઓળખતા હતા. એક દિવસ તેમણે મને ‘અબ્દુલ’ના રોલ માટે ફાઈનલ કર્યો હતો. મારી પાસે હા પાડવા સિવાય કોઈ ઓપ્શન નોહતો. શરૂઆતમાં હું મહિનામાં હું 2-3 દિવસ શૂટ કરતો હતો. પણ આ કેરેક્ટર ખૂબ લોકપ્રિય બન્યું અને આજે લોકો મને શરદ નહીં અબ્દુલથી ઓળખે છે.”
મુંબઈ બે રેસ્ટોરન્ટનો માલિક છે શરદ એક્ટિગ ઉપરાંત શરદ મુંબઈમાં બે રેસ્ટોરન્ટ પણ ચલાવે છે. તેની એક રેસ્ટોરન્ટ ‘પાર્લે પોઈન્ટ’ જુહુમાં અને બીજી ‘ચાર્લી કબાબ’ અંધેરીમાં છે. શરદે જણાવ્યું હતું ”પત્ની અને બાળકની જવાબદારી મારી પર છે. અને ખબર નહીં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ‘ ક્યા સુધી ચાલે. એટલે ઈન્વેસ્ટમેન્ટ તો કરવું પડે ને. મેં પૈસા માટે ખૂબ સંઘર્ય કર્યો છે. હું નથી ઈચ્છતો કે મારા ફેમિલી મેમ્બર્સ પણ સ્ટ્રગલ કરે. હું ઈચ્છું છું કે મારા બાળકો સારું ભણે અને પોતાની લાઈકમાં સક્સેસફુલ બને.”
બે બાળકોના પિતા છે શરદ મુંબઈ જન્મેલા શરદના લગ્નને 25 વર્ષ થઈ ગયા છે. તેની પત્નીનું નામ પ્રેમિલા સાંકલા છે, જે હાઉસવાઇફ છે. શરદની પુત્રી કૃતિકા 18 વર્ષની છે.
Source-News