8 વર્ષના બાળક સાથે સૂતેલ માતાપિતા ન ઉઠી શક્યા સવારે, ત્રણેયનું થયું મોત! કારણ હતું, ઘરમાં લાગલું AC !!
ગયા વર્ષે એક ખૂબ જ વિચિત્ર દુર્ઘટના ઘટી હતી. તિરુવલ્લુરનગરમાં રાત્રે એક પરિવારના ત્રણ લોકોનું અવસાન થયું હતું. મૃત્યુ પામનારમાં એક આઠ વર્ષના બાળકનો પણ સમાવેશ થાય છે. પોલીસના જણાવ્યા મુજબ, એસીથી ઝેરી ગેસને લીધે આ અકસ્માત થયો હતો. આ ઘટના બન્યા પછી પડોશીઓને ત્યારે શક પડ્યો જ્યારે સવારમાં ન્યૂઝ પેપર અને દૂધની થેલી લેવા ઘરમાંથી કોઈ ન આવ્યું. જેથી પાડોશીઓએ પોલીસને જાણ કરી હતી. જ્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે બારણું તોડીને જોયું તો પથારીમાં ત્રણના મૃતદેહ પડ્યા હતા.
જાણકારી મુજબ, રાત્રે લાઇટ જતી રહી હતી. જેના કારણે દંપતીએ ઇન્વર્ટર ચાલુ કર્યું અને એસી ચાલુ કરીને સુઈ ગયા હતા. થોડીવાર પછી લાઇટ તો આવી ગઈ પરંતુઇન્વર્ટર ચાલુ જ હતું. આ દરમ્યાન જ એસી ખરાબ હોવાને કારણે એસીમાંથી ગેસ લીક થયો. રૂમમાં કોઈ પણ બારી કે દરવાજો ખુલ્લો ન હતો, બધી બાજુઓથી બંધ હોવાના કારણે, ઝેરી ગેસ ફેલાવાના કારણે રૂમમાં સૂતેલ માતાપિતા સહિત બાળક પણ તેની અસરથી મૃત્યુ પામ્યા.
આવું શા માટે થયું અને એસીમાં એવો કયો ઝેરી ગેસ હોય છે જેને કારણે વ્યક્તિનું મૃત્યુ પણ થઇ શકે છે એ વિશે જાણકારી અહીં લઈને આવ્યા છીએ –
કેટલાક વર્ષો પહેલા સુધી જે એસી માર્કેટમાં આવતા હતા, એમા મુખ્યત્વે ક્લોરોફ્લોરો (CFC) ગેસનો ઉપયોગ થતો હતો. એના લીક થવાથી ગ્લોબલ વોર્મિંગનો ખતરો પણ છે અને સાથે જ ગેસ બધું માત્રામાં લીક થાય તો એ શ્વાસ દ્વારા શરીરમાં જઈને શરીરને નુકશાન પહોંચાડી શકે છે.
ઘણીવાર કારો અને ઘરોમાં એસી ચાલુ હોવા સમયે ગૂંગળામણથી ઘૂંટાઈને લોકોનો જીવ ચાલ્યો ગયો છે. એ આ ગેસના કારણે જ ગૂંગળામણથી થયું છે. આ ગેસનો ઉપયોગ કૂલિંગ માટે કરવામાં આવે છે. આ ગેસ ઓઝોનના સ્તરને ઓછું કરે છે. એટલે જ હવે ધીરે ધીરે આ ગેસનો ઉપયોગ ઓછો કરવાની કોશિશ થઇ રહી છે.
જાણકારી મુજબ, 3-4 વર્ષ પહેલા જે એસી આવતા હતા એમાં ક્લોરોફ્લોરો ગેસનો જ ઉપયોગ કરવામાં આવતો હતો. હવે નવા એસીમાં R32 ગેસનો ઉપયોગ કરવામાં આવે છે. આ ગેસ હલકો હોય છે અને વધુ ખતરનાક પણ નથી હોતો.
જો ગેસ લીક થાય છે તો તેની ગંધ પણ આવવી શરુ થઇ જાય છે, એસીને શરુ કરતા જ તેની હલકી હલકી ગંધ આવવા માંડે છે. જેને ક્યારેય પણ અવગણવી ન જોઈએ.
એમોનિયા, મેથિલ ક્લોરાઇડ અથવા પ્રોપેન ગેસ જેવા ઝેરી અથવા જ્વલનશીલ વાયુઓ લીક થવાના કેટલાય જોખમ રહેલા છે. જેનાથી ઘાતક અકસ્માત થાય છે. આ માટે, એસીને સમય-સમયે, ધૂળને સાફ કરવા અને પાણી કાઢવા માટે સમય આપવો જોઈએ. આ ઉપરાંત, રૂમમાં જ્યાં એસી ચાલુ હોય ત્યારે રૂમની બારીઓ પણ પણ ખોલી નાખવી જોઈએ. જેથી સૂર્યનો પ્રકાશ અને તાજી હવા રૂમમાં આવી શકે.
તો આવી દુર્ઘટનાઓથી બચવા માટે અમુક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. જેમ કે વર્ષમાં ઓછામાં ઓછા 3 વાર તો મેન્ટેનન્સ તો કરાવવું જ જોઈએ. એસી માટે હંમેશા બ્રાન્ડેડ કેબલ જ વાપરવો જોઈએ.
એસી માટે અલગ પાવર પોઇન્ટ લગાવવો જોઈએ, જેમ કે 2 ટનનું એસી હોય તો 16 એમ્પીયરનો પોઇન્ટ હોવો જોઈએ. પાવર પ્રમાણે એમ્પીયરને પસંદ કરવા જોઈએ.
નવું એસી ખરીદતા હોય તો કોશિશ કરો કે લેટેસ્ટ રેટિંગવાળું જ એસી ખરીદો. જેનાથી વીજળીની પણ બચત થશે. એસીને સર્વિસ કરાવતા સમયે તેને અંદર અને બહારથી બરાબર સાફ કરાવો. જો ઇન્વર્ટર ચાલુ કરો તો એસીનો ઉપયોગ ટાળવો જોઈએ. ને જો ઉપયોગ કરો તો પાવર આવતા જ ઇન્વર્ટર બંધ કરી દેવું જોઈએ.
એસીનો કોઈ પણ ભાગ ડેમેજ હોય તો તરત જ રીપેર કરાવો. એર ફિલ્ટરને પણ સમયસર ચેક કરાવો. કોઈ પ્રોફેશનલ સર્વિસ સેન્ટરમાંથી જ આને રીપેર કરાવો.
Source – click here