Friday, December 1, 2023
Home Health એસીડીટીમા ઘરેલું ઉપાય ઉપચાર..

એસીડીટીમા ઘરેલું ઉપાય ઉપચાર..

અનાનસના ટુકડા પર સાકર અને મરી ભભરાવીને ખાવાથી એસીડીટી મટે છે.

એલચી સાકર અને કોકમની ચટણી બનાવી ખાવાથી એસીડીટી મટે છે. દ્રાક્ષ અને બાલ હરડે સરખેભાગે લઈ એટલી જ સાકર મેળવી તેની રૂપીયાભાર જેવડી ગોળીઓ બનાવી લેવાથી એસીડીટી મટે છે.

ગંઠોડા અને સાકરનું ચુર્ણ લેવાથી તથા સુંઠ ખડી સાકર અને આમળાનું ચુર્ણ લેવાથી એસીડીટી મટે છે.

અડધા લિટર પાણીમાં એક લીંબુનો રસ નાખી અડધી ચમચી સાકર નાખી બપોરે જમતા પહેલાના અડધા કલાક પહેલા પીવાથી એસીડીટી મટે છે

ધાણાજીરુનુ ચુર્ણ ખાંડ સાથે લેવાથી એસીડીટી મટે છે અને છાતીની બળતરા થતી હોય તો તે મટે છે.

૧૦૦ થી ૨૦૦ ગ્રામ દૂધમાં થોડી સાકર તથા ઘીમાં સાંતળેલા કાળા મરી ચાર પાંચ નંગનું ચુર્ણ નાખી સાંજે પીવાથી એસીડીટી મટે છે.

૧ થી ૨ ગ્રામ જેટલો ખાવાનો સોડા ધાણા જીરાના ચુર્ણમાં અથવા સુદર્શન મેળવી લેવાથી એસીડીટી મટે છે.

તુલીસના પાનને દહીં કે છાશ સાથે લેવાથી એસીડીટી મટે છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments