સામીએ કહ્યું હતું કે,”હું જાણું છું કે ઘણા લોકોએ મને છોડી દીધો હતો, એવું વિચારીને કે હું તે કરી શકતો નથી. હું તેમને દોષ આપતો નથી. વજન ઘટાડવુંએ એક અઘરો ટાસ્ક છે, મને પણ ખબર ન હતી કે હું તે કરી શકીશ કે કેમ કારણ કે તે ચોક્કસ સમયે તે અશક્ય લાગતું હતું.”
પરંતુ તેણે ભારપૂર્વક જણાવ્યું કે તે આવું નથી.સામીએ કહ્યું હતું કે, “હું મારી કિશોરાવસ્થામાં ફિટ અને પાતળો હતો. હું રગ્બી, સ્ક્વોશ, ઘોડેસવારી અને પોલો રમતો હતો. માનસિક રીતે પણ, હું મારું વજન સ્વીકારી રહ્યો ન હતો, તેથી જ આખરે, હું તેને ઘટાડવામાં સફળ રહ્યો હતો. હું સતત જીવનમાં વસ્તુઓ બદલવા માંગુ છું,
”જેઓ 2016 માં પોતાની પાકિસ્તાની નાગરિકતા છોડીને ભારતના નાગરિક બન્યા હતા અને જાન્યુઆરી 2020 માં કલાના ક્ષેત્રમાં તેમના યોગદાન બદલ પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો હતો.
કેવી રીતે ઉતાર્યું વજન?
તેમના ન્યુટ્રિશનિસ્ટની ભૂમિકાને યાદ કરતાં, સંગીતકારે કહ્યું હતું કે, “હું એક અદ્ભુત ન્યુટ્રિશનિસ્ટને મળ્યો હું નસીબદાર હતો જેણે મને વજન ઘટાડવાની પ્રોસેસમાંથી પસાર કર્યો હતો. તેમણે મને ડાયટ અને વર્ક આઉટમાં નાના પગલાં લેવાની સલાહ આપી હતી. જેના પર મેં ધ્યાન કેન્દ્રિત કર્યું છે. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે હું આટલું વજન, લગભગ 120 કિલો ગુમાવીશ. તે મુશ્કેલ છે.”

ડાયટ સાથેના પોતાના સંઘર્ષનું વર્ણન કરતા, સામીએ શેર કર્યું હતું કે, “મેં જાતે અસંખ્ય ડાયટ પ્લાન અપનાયા હતા, તેથી, મને પણ ખાતરી નહોતી કે હું તેની સાથે સ્ટિક રહીશ કે નહીં. જો કે, પછી ધીમે-ધીમે મારી જીવનશૈલી બદલી નાખી હતી.