Monday, October 2, 2023
Home Ajab Gajab ભારતના આ જીલ્લામાં 1 કિલોમીટર સુધી જમીનમાં સોનાનો ભાગ હોવાનો દાવો,બહાર કાઢતા...

ભારતના આ જીલ્લામાં 1 કિલોમીટર સુધી જમીનમાં સોનાનો ભાગ હોવાનો દાવો,બહાર કાઢતા લાગશે સમય,મામલો અહીં અટવાયો..

ખોદકામ માટે પહાડ પર જે નિશાન કરવામાં આવ્યા છે તે એક કિલોમીટર લાંબા અને ચાર કિલોમીટર પહોળા છે.


સોનભદ્ર : ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના સોનભદ્રમાં દેશનો સૌથી મોટો ખજાનો મળ્યા બાદ આખી દુનિયાની નજર તેના પર ટકી છે. હાલમાં સરકાર અને જીએસઆઈ આ જમીન પર ચિન્હો (જિયો ટેગિંગ) કરવાના કામમાં લાગ્યા છે. આ અંગે તંત્ર તરફથી રચવામાં આવેલા સાત લોકોની એક ટીમ રિપોર્ટની તૈયારીમાં લાગી ગઈ છે.

ટીમે જે જમીનનો સર્વે કર્યો છે તેમાં માલુમ પડ્યું છે કે જ્યાં સોના અંગે ખોદકામ થવાનું છે તે મોટાભાગની જમીન રિઝર્વ ફોરેસ્ટ (Reserve Forest)માં આવે છે. આ અંગે ઝડપથી તંત્રને રિપોર્ટ સોંપવામાં આવશે. આ મામલે હવે સરકારે જ નિર્ણય લેવાનો છે.

નોંધનીય છે કે ખોદકામ માટે પહાડ પર જે નિશાન કરવામાં આવ્યા છે તે એક કિલોમીટર લાંબા અને ચાર કિલોમીટર પહોળા છે. વરિષ્ઠ ખનન અધિકારી કે.કે.રાયના જણાવ્યા પ્રમાણે સોન પહાડીમાં જ્યાં સોનાનો ભંડાર હોવાનું નિશાન કરવામાં આવ્યું છે ત્યાંની 95 ટકા જમીન વન વિભાગની છે.

બાકીની અમુક જમીન ખાનગી માલીકીની છે. બહુ ઝડપથી આ અંગેનો રિપોર્ટ તંત્રને સોંપવામાં આવશે. મોટાભાગની જમીન રિઝર્વ ફોરેસ્ટ અંતર્ગત આવતી હોવાથી આ અંગે પ્રદેશ શાસન સ્તરેથી જ નિર્ણય થશે. કહેવામાં આવી રહ્યું છે કે વન વિભાગને આ જમીનના બદલામાં બીજી જગ્યાએ જમીન આપવામાં આવશે.


સોના ઉપરાંત અન્ય ખનીજો મળ્યાં..

નોંધનીય છે કે ભૂસ્તર વૈજ્ઞાનિકોએ સોન પહાડી ઉપરાંત હરદી બ્લૉકમાં બે જગ્યાએ સોનું મળ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે અહીં 3000 ટન અશુદ્ધ સોનાનું ખનન કરવામાં આવશે. જીએસઆઈએ અહીં સોના ઉપરાંત અન્ય ધાતુઓની પણ શોધ કરી છે. રિપોર્ટ પ્રમાણે અહીં સોના ઉપરાંત પોટાશ, એન્ડાલુસાઇટ, સલેમિનાઇટનો ભંડાર પણ મળ્યો છે.

તમામ બ્લૉક પર ખનન માટે ચિન્હો લગાવવાનું કામ પૂર્ણ

આ અંગે તંત્રના આદેશ પર સાત સભ્યોની ટીમ બનાવવામાં આવી છે. જેમણે હવાઇ નીરિક્ષણ પણ કર્યું હતું. ટીમે સોન પહાડી ઉપરાંત અલાવા પુલવર બ્લૉક, સલઇયાડીહ બ્લૉક, પટવધ બ્લૉક, ભરહરી બ્લૉક, હરદી બ્લૉક અને છિપિયા બ્લૉકમાં જમીન પર પણ ચિન્હો લગાવવાનું કામ પૂર્ણ કર્યું છે.

સોનભદ્રમાં ખાણો પાસે દુનિયાના સૌથી ઝેરી સાપોનો વસવાટ

દેશના સૌથી પછાત જિલ્લામાં ગણાતા ઉત્તર પ્રદેશનો સોનભદ્ર જિલ્લો હવે દુનિયાના નકશા પર ચમકવા જઈ રહ્યો છે. અહીં ભૂ-વૈજ્ઞાનિકોને બે જગ્યાએ સોનાનો ભંડાર મળ્યો છે. પરંતુ જે જગ્યાએથી સોનાનો ભંડાર મળ્યો છે ત્યાં વિશ્વના સૌથી ઝેરી સાપોનો વસવાટ છે.

વિશ્વના સૌથી ઝેરી સાંપોમાં જેમની ગણતરી થાય છે તેવા રસેલ વાઇપર, કરૈત અને કોબરા મોટી સંખ્યામાં અહીં મળી આવે છે. કહેવામાં આવે છે કે સોનભદ્ર જિલ્લાના જુગલ થાણા વિસ્તારના સોન પહાડી ઉપરાંત દક્ષિણાંચલના દુદ્ધી તાલુકાના મહોલી વિંઠમગંજ ચોપન બ્લોકમાં મોટી સંખ્યામાં સાપ રહે છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments