Monday, October 2, 2023
Home Health જાણો !! એઈડ્સના શરૂઆતી લક્ષણો, જરા પણ બેદરકારી કરવાથી થઇ શકે છે,...

જાણો !! એઈડ્સના શરૂઆતી લક્ષણો, જરા પણ બેદરકારી કરવાથી થઇ શકે છે, ખુબજ મોટું નુકશાન..

જાણો એઈડ્સના શરૂઆતી લક્ષણો, જરા પણ બેદરકારી કરવાથી થઇ શકે છે ખુબજ મોટું નુકશાન.

એઇડ્સ એક ગંભીર અને ચેપી બીમારી છે. જેનું પૂરું નામ એક્વાયર્ડ ઈમ્યુનો ડિફીશીએંસી સિંડ્રોમછે. એઈડ્સની બીમારી એચઆઈવી વાઇરસ દ્વારા એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં ફેલાય છે. જેનું મુખ્ય કારણ અસુરક્ષિત યૌન સંબંધ હોય છે. એઈડ્સની બીમારી થવાથી વ્યક્તિની રોગ પ્રતિરોધક ક્ષમતા બિલકુલ ખતમ થઇ જાય છે.

જેનાથી શરીરમાં અનેક ગંભીર રોગ થઇ જાય છે. એઈડ્સની બીમારીની શરૂઆતમાં શરીર એના લક્ષણ બતાવી દે છે. પરંતુ ઘણા લોકો અજાણ્યામાં આ લક્ષણોને નજર અંદાજ કરી દે છે. જેના કારણથી એઈડ્સની બીમારી ગંભીર રૂપ ધારણ કરી લે છે. અને એનો ઈલાજ થઇ શકતો નથી. ચાલો એઈડ્સના લક્ષણો વિશે જાણીએ. એઈડ્સના આ ૫ મુખ્ય શરૂઆતી લક્ષણ નજર અંદાજ કરી દેશો તો પસ્તાસો.

એઈડ્સના લક્ષણ:

૧. જો તમારા પ્રાઇવેટ અંગોમાં ઇન્ફેકશન થઈને ખંજવાળ આવે, બળતરા થાય અને ઈજા થઇ ગઈ હોય તો એને ભૂલથી પણ નજરઅંદાજ ન કરો. આ બધા લક્ષણ એઈડ્સના પણ હોઈ શકે છે. આવા લક્ષણ જોતા તરત જ ડોકટરને બતાવવું જોઈએ..

૨. જો તમારા મોઢા પર સફેદ ચાંદા અને ડાઘા થઇ ગયા છે તો આવા લક્ષણ એઈડ્સના પણ હોઇ શકે છે. આવા લક્ષણ જોવા પર તરત જ ડોકટરની પાસે જાવ.

૩. દિવસ દરમિયાન મહેનત કરવા પર અને ઉમર વધવાની સાથે સાથે સાંધામાં દુખાવાની સમસ્યા અને સોજો આવવો એ નાની વાત છે. પરંતુ જે લોકો બિલકુલ પણ કામ નથી કરતા અને એની ઉમર ઓછી છે એના સાંધામાં દુખાવો અને સોજાની સમસ્યા છે તો આ લક્ષણ એઇડ્સ જેવી ગંભીર બીમારીના પણ થઇ શકે છે.

૪.લાંબા સમય સુધી તાવ રહેવો પણ એઇડ્સ જેવી ગંભીર બીમાંરીનું લક્ષણ હોઈ શકે છે. એઈડ્સની બીમારી થવા પર વ્યક્તિના શરીરની રોગ પ્રતિરોધક ક્ષમતા ઓછી થઇ જાય છે. જેનાથી શરીરમાં તાવની સમસ્યા લાંબા સમય સુધી રહે છે.

૫. લાંબા સમય સુધી શરીરમાં એલર્જી અને ખંજવાળની બીમારી થવી પણ એઇડ્સ જેવી ગંભીર બીમારીનું લક્ષણ હોઈ શકે છે. તેથી ઉપર જણાવેલ આટલા લક્ષણો માંથી જો કોઈ પણ લક્ષણ જોવા મળે તો તરત જ કોઈ સારા અથવા આપણા ફેમીલી ડોકટરનો સંપર્ક કરવો જોઈએ અને તેમની સલાહ અનુસાર સારવાર ચાલુ કરાવી લેવી જોઈએ.

 

RELATED ARTICLES

Most Popular

Recent Comments