PARLE-G પારલે-જી BISCUIT માં KID કોણ છે જાણો ! હકીકત આવી સામે.
જણાવવામાં આવી રહ્યું છે કે પારલે નામ મુંબઈના વિર્લે-પાર્લે વિસ્તાર પરથી આવ્યું હતું. જ્યાં તેની ફેક્ટ્રી હતી. ત્યાં જ ‘G’નો મતલબ ગ્લુકોઝ હતો.
હકીકતે પારલે-જી ગ્લૂકોઝ બિસ્કિટ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર વર્ષ 2000માં ‘G’નો મતલબ જીનિયર પ્રમોટ કરવામાં આવ્યો હતો.
કોનો છે બિસ્કિટના પેકેટ પરના બાળકનો ફોટો?
પાર્લે-જી બસ્કિટના પેકેટ પર જે નાનું બાળક દેખાય છે. તેને લઈને ઘણા દાવાઓ કરવામાં આવે છે. પરંતુ ત્રણ નામમાંથી કોઈ એક છે જેના બાળપણનો ફોટો પેકેટ પર છે.

તેમાં નીરૂ દેશપાંડે, સુધા મુર્તિ અને ગુંજન ગુંડાનિયાનું નામ શામેલ છે. લોકોની તરફથી દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ત્રણમાંથી જ કોઈની તસ્વીર ત્યાં છે.
પરંતુ કંપનીની તરફથી બધા જ દાવાઓ ફગાવવામાં આવ્યા હતા. અને કંપનીના પ્રોડક્ટ્સ ગ્રુપના પ્રોડક્ટ મેનેજર મયંક શાહે તમામ દાવાઓને ફગાવતા જણાવ્યું કે પેકેટ પર જે બાળક છે તે ઈલસ્ટ્રેશન છે.
જેને 60ના દશકમાં બનાવવામાં આવ્યું હતું. કોઈ બાળકનો ફોટો ક્લિક કરીને તેનો ઉપયોગ નથી કરવામાં આવ્યો.આ ઈલસ્ટ્રેશનને એવરેસ્ટ ક્રિએટિવ એજન્સીએ તૈયાર કર્યું હતું.