ઉત્તર કોરિયા / 10 દિવસ સુધી હસ્યા કે રડ્યા તો થશે સજા : કિમ જોંગનું નાગરિકોને ફરમાન, કારણ આંચકાજનક
આ દિવસો દરમિયાન નાગરિકો ન તો ખુશીની અભિવ્યક્તિ કરી શકશે કે ન તો હસી શકશે. આ દરમિયાના જો કોઈ વ્યક્તિ શરાબ પીતો જોવા મળશે તો તેને સીધી મોતની સજા ફટકારવામાં આવશે.
એટલું જ નહીં, આ 11 દિવસ સુધી લોકો બજારમાંથી નવા સામાનની ખરીદી પણ કરી શકશે નહીં. નવાઈની વાત એ છે કે,

11 દિવસના શોક દરમિયાના જો કોઈ નાગરિકના ઘરે સ્વજનનું મૃત્યુ થયું હશે તો પણ તેઓ રડવાની મંજૂરી અપાશે નહીં. વળી, તેઓ શોકના દિવસો સમાપ્ત થયા બાદ જ સ્વજનના અંતિમસંસ્કાર કરી શકશે.
હકીકતમાં વાત એમ છે કે, ઉત્તર કોરિયા પોતાના પૂર્વ નેતા કિમ જોંગ ઈલના મૃત્યુની 10મી વરસી મનાવી રહ્યું છે. લોકો કિમ જોંગ ઈલના પ્યોંગયાંગ સ્થિત માનસૂ હિલ ખાતેના સમાધિસ્થાન પર આવીને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.
હવે 11 દિવસ સુધી ઉત્તર કોરિયાના કોઈ નાગરિકો કોઈ પણ પ્રકારની ખુશી દર્શાવતી કામગીરી કરી શકશે, કોઈ પોતાનો જન્મદિવસ પણ મનાવી શકશે નહીં.