કર્ણાટકના બાન્નેરઘટ્ટા નેશનલ પાર્કની અજાયબ ઘટના ! દાંત વડે પ્રવાસીઓથી ભરેલી ગાડી ખેંચી..
VIDEO : વાઘની તાકાત તો જુઓ! દાંત વડે પ્રવાસીઓથી ભરેલી આખી ગાડી ખેંચીને લઈ ગયો, પછી જે થયું તે તો મજાનું…
કર્ણાટકના બાન્નેરઘટ્ટા નેશનલ પાર્કની અજાયબ ઘટના,
વાઘે દાંતથી ગાડી ખેંચી દેખાડી, ઘણા મીટર સુધી વાઘ ગાડીને ખેંચતો જોવા મળ્યો.

જંગલી પ્રાણીઓમાં સિંહ પછી તાકાતવર ગણાતું બીજા નંબરનું પ્રાણી વાઘની એક અજાયબભરી હરકતનો વીડિયો વાયરલ થયો છે. વાઘ કેટલો શક્તિશાળી છે તે આ વીડિયો પરથી જોઈ શકાય છે.
ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ ટ્વિટર પર શેર કરેલા વીડિયોમાં જોઈ શકાતું હતું, કે એક વાઘ ફક્ત તેના કરડી ખાવાના દાંત વડે પ્રવાસીઓથી ભરેલી આખી SUV કાર ખેંચીને ઘણા મીટર સુધી લઈ ગયો હતો.
બીજા વાહનમાં રહેલા પ્રવાસીઓએ આ ઘટનાનો, જોર જોરથી ચીચીયારીઓ પાડીને વધાવી લીધી હતી.
બીજા વાહનમાં રહેલા પ્રવાસીઓએ આ ઘટનાનો જોરજોરથી ચીચીયારીઓ પાડીને વધાવી લીધી હતી.