હાથ-પગ નથી છતાં આ વિકલાંગ વ્યક્તિ પાંચ વર્ષથી ચલાવે છે ! મોડિફાઈડ રિક્ષા

Share

ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે.

તે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયો પર ચાંપતી નજર રાખે છે.

આવો જ એક વીડિયો આનંદ મહિન્દ્રાએ પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે.

આ વીડિયોમાં હાથ-પગ વગરનો વિકલાંગ વ્યક્તિ મોડિફાઈડ રિક્ષા ચલાવી રહ્યો છે.

આનંદ મહિન્દ્રા આ વીડિયોથી ખૂબ જ પ્રભાવિત છે. ઉદ્યોગપતિ મહિન્દ્રાએ કહ્યું છે કે તેઓ આ વીડિયો જોઈને દંગ રહી ગયા છે.

આ વ્યકિત શારીરિક પડકારોનો સામનો કરી રહ્યા છે, પરંતુ કુદરતે તેમને જે આપ્યું છે તેના માટે તેઓ ખુશ અને આભારી છે.

આનંદ મહિન્દ્રાએ આ વ્યક્તિને નોકરીની ઓફર કરી છે. તેણે લોકોને તેના વિશે માહિતી એકત્ર કરવામાં મદદ કરવા કહ્યું છે.

જુઓ વિડીઓ..


Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *