Saturday, June 10, 2023
Home Ajab Gajab વાંચો ! આખીર આ બીનોદ છે કોણ ? ઇન્ટરનેટને ગાંડું કરનાર આ...

વાંચો ! આખીર આ બીનોદ છે કોણ ? ઇન્ટરનેટને ગાંડું કરનાર આ Binod છે કોણ ?

વાંચો ! આખીર આ બીનોદ છે કોણ ? ઇન્ટરનેટ ગાંડું કરનાર આ Binod છે કોણ ? કેમ આ નામ થઇ રહ્યું છે વાયરલ.

બિનોદ કોણ છે #Binodના નામથી સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઇ રહ્યો છે. આ નામનો અર્થ શું છે. એવું તે શું થયું કે આ નામ આટલું વાયરલ થઇ રહ્યું છે.

લોકો મિમ્સ બનાવી સોશિયલ મીડિયા પર ધડાધડ પોસ્ટ કરી રહ્યાં છે. જો તમે પણ આ જાણવાનો પ્રયાસ કરી રહ્યાં છો તો આ પોસ્ટથી તમારી મુશ્કેલી આસાન થઇ જશે અને તમે પણ બિનોદના નામથી સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરવા લાગશો.

આ બિનોદની શરૂઆત Slayypoint નામની એક યુટ્યુબ ચેનલના એક વીડિયોથી થઇ છે. બિનોદ નામના એક વ્યક્તિએ વીડિયોની નીચે કોમેન્ટ સેક્શનમાં પોતાનું નામ જ કોમેન્ટ કરી દીધું.

બિનોદના નામની કોમેન્ટને 7 લાઇક્સ મળી હતી. તેને ત્યારે જરાય વિચાર્યું ન હતું કે ઇન્ટરનેટ પર બિનોદ નામ વાયરલ થઇ જશે.

યુટ્યુબ પર એક વીડિયો છે – Why Indian Comments Section is Garbage (Binod). આ નામ આ વીડિયોમાં દેખાડવામાં આવ્યું છે.

જેમાં જણાવવામાં આવ્યું કે કેવી રીતે કેટલાક લોકો કોમેન્ટ બોક્સમાં માત્ર પોતાનું નામ જ લખે છે. બસ આ કોમેન્ટમાંથી જ એક નામ છે બિનોદ.

આ વીડિયોમાં જણાવવામાં આવ્યું છે કે કેવી રીતે લોકો બિનોદની જેમ જ પોતાનું નામ, પરિવાર, કામ, જગ્યા વગેરે અંગે જણાવે છે.

કેટલાક લોકો માત્ર કોમેન્ટની જગ્યાએ સંપૂર્ણ લેખ લખી નાખે છે. આ વીડિયોને 37 હજારથી વધુ લાઇક્સ મળી છે. 3.69 લાખ વખત જોવાયો છે.

કોઇ એવું કહી રહ્યાં છે કે તેને બધીજ ખબર છે, તે એક્સપર્ટ છે. તમામ લોકો બિનોદ નામની મજા લઇ રહ્યાં છે.

એક વ્યક્તિએ ટ્વીટ કર્યું છે કે જ્યારે બિનોદ ફ્લર્ટ કરે છે તો તે શું કહે છે. તે કહે છે કે બિનોદ, નામ તો સુના હી હોગા.

કોઇ કહી રહ્યું છે કે તે બિનોદની કોમેન્ટ બાદથી જ પોતાની કોમેન્ટ કરશે…

RELATED ARTICLES

Most Popular

Recent Comments