Thursday, March 23, 2023
Home Entertainment અક્ષય કુમારની ફિલ્મ 'લક્ષ્મી બોમ્બ'નું નામ બદલીને 'લક્ષ્મી' કરવામાં આવ્યું

અક્ષય કુમારની ફિલ્મ ‘લક્ષ્મી બોમ્બ’નું નામ બદલીને ‘લક્ષ્મી’ કરવામાં આવ્યું

અક્ષય કુમારની ફિલ્મ ‘લક્ષ્મી બોમ્બ’નું નામ બદલીને ‘લક્ષ્મી’ કરવામાં આવ્યુ

અક્ષય કુમારની ફિલ્મ ‘લક્ષ્મી બોમ્બ’નું નામ બદલીને ‘લક્ષ્મી’ કરવામાં આવ્યું

અક્ષય કુમારની ફિલ્મ ‘લક્ષ્મી બોમ્બ’ના ટાઈટલનો ઘણો જ વિરોધ કરવામાં આવ્યો હતો. અંતે, આ ફિલ્મનું ટાઈટલ બદલી નાખવામાં આવ્યું છે. હવે આ ફિલ્મનું નામ ‘લક્ષ્મી’ રાખવામાં આવ્યું છે.

દર્શકોની લાગણીને માન આપીને નિર્ણય લેવામાં આવ્યો

આજે, 29 ઓક્ટોબરના રોજ ફિલ્મના ડિરેક્ટર રાઘવ લોરેન્સ સેન્સર બોર્ડ પાસે સેન્સર સર્ટિફિકેટ માટે ગયા હતા અને તેમણે બોર્ડના અધિકારી સાથે ચર્ચા કરી હતી અને દર્શકોની લાગણીને ધ્યાનમાં રાખીને ફિલ્મનું ટાઈટલ બદલવાનું નક્કી કર્યું હતું. ફિલ્મના પ્રોડ્યૂસર શબીના ખાન, તુષાર કપૂર તથા અક્ષય કુમારે દર્શકોની લાગણીને માન આપીને ફિલ્મનું નામ ‘લક્ષ્મી’ રાખવાનો નિર્ણય લીધો છે.

કરણી સેના તથા હિંદુ સેનાએ ટાઈટલનો વિરોધ કર્યો હતો

કરણી સેનાના એડવોકેટ રાઘવેન્દ્રે ફિલ્મના મેકર્સને નોટિસ ફટકારી હતી અને ધાર્મિક લાગણી દુભાવવા બદલ માફી માગવાનું તથા ફિલ્મનું ટાઈટલ બદલવાનું કહ્યું હતું. હિંદુ સેનાએ ફિલ્મની કાસ્ટ, ક્રૂ તથા પ્રમોટર્સ વિરુદ્ધ એક ફરિયાદ પત્ર માહિતી પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરને આપ્યો હતો. આ ફરિયાદ પત્રમાં ફિલ્મમેકર્સ પર આક્ષેપ મૂકવામાં આવ્યો હતો કે તેમણે ફિલ્મમાં માતા લક્ષ્મીનું નામ ખોટી રીતે ઉપયોગમાં લીધું છે અને હિંદુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનું કામ કર્યું છે. પત્રમાં ફિલ્મનું ટાઈટલ બદલવાની માગણી કરવામાં આવી હતી. હિંદુ સેનાના પ્રેસિડન્ટ વિષ્ણુ ગુપ્તાએ કહ્યું હતું કે જો ફિલ્મનું ટાઈટલ બદલવામાં ના આવ્યું તો તેઓ હાઈકોર્ટ જશે અને ફિલ્મને રિલીઝ થવા દેશે નહીં.

નવ નવેમ્બરે ડિજિટલ પ્લેટફોર્મ પર સ્ટ્રીમ થશે
‘લક્ષ્મી’નું ટ્રેલર 9 ઓક્ટોબરના રોજ રિલીઝ થયું હતું. અક્ષય કુમારની આ ફિલ્મ તમિળ ફિલ્મ ‘કાંચના’ની હિંદી રીમેક છે. આ ફિલ્મને રાઘવ લોરેન્સે જ ડિરેક્ટ કરી છે. પહેલા ફિલ્મ 22 મે, 2020ના રોજ રિલીઝ થવાની હતી. જોકે, કોરોનાને કારણે લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું અને તેને કારણે થિયેટર બંધ હતા. આથી જ ફિલ્મને ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને આ ફિલ્મ 9 નવેમ્બરના રોજ ડિઝ્ની પ્લસ હોટસ્ટાર પર સ્ટ્રીમ થશે. હવે, થિયેટર 15 ઓક્ટોબરથી ફરી શરૂ થઈ ગયા છે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments