Tuesday, October 3, 2023
Home Ayurved જો અળસી ખાવાના આટલા ફાયદા જાણી લેશો તો પછી અળસીનો મુખવાસ રોજ...

જો અળસી ખાવાના આટલા ફાયદા જાણી લેશો તો પછી અળસીનો મુખવાસ રોજ ખાવાનો ચાલુ કરી દેશો..

મિત્રો, આપણે સૌ જાણીએ છે કે અળશી એ ગુણો થી ભરપૂર આહાર છે, પરંતુ એ વાત સાવ વિભિન્ન છે કે લોકો આ વાસ્તવિકતા જાણતા જ નથી શાકાહારી લોકો માટે તે ઓમેગા-૩ ફેટી એસિડ નો ખુબ જ સારો સ્રોત છે. અળસી મા અંદાજિત ૫૦ ટકા ઓમેગા-૩ ફેટી એસિડ આલ્ફા લિનોલિક એસિડ ના સ્વરૂપ મા હોય છે. આ આલ્ફા લિનોલિક એસિડ આપણાં શરીર ની અંદર નિર્માણ પામતું નથી , તેને આહાર ના માધ્યમ દ્વારા જ પ્રાપ્ત કરવું પડે છે.

જો તમે નિત્ય તેનું સેવન કરતા હોવ તો તમને તેની હકારાત્મક અસરો અવશ્યપણે જોવા મળશે. અળશી મા ઓમેગા-૩ ઉપરાંત ફાઈબર, પ્રોટીન, વિટામિન બી કોમ્પ્લેક્સ, મેંગેનીઝ, મેગ્નેશિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ અને સેલેનિયમ અને ફાઇટોએસ્ટ્રેજન પણ સમાવિષ્ટ હોય છે. જો તમે તમારી જાત ને નિરોગી અને સ્વસ્થ રાખવા ઈચ્છતા હોવ તો રોજ તેની ઓછા માં ઓછી બે ચમચી તો લેવી જ જોઈ. ચાલો જાણીએ અળસી ના ફાયદાઓ વિશે.

૧૦૦ ગ્રામ અળશી માં ૫૩૪ ગ્રામ કેલરીઝ , ૪૨ ગ્રામ ફેટ , ૩.૭ ગ્રામ સેચ્યુરેટેડ ફેટ , ૨૯ ગ્રામ પોલિઅનસેચ્યુરેટેડ ફેટ , ૮ ગ્રામ મોનોઅનસેચ્યુરેટેડ ફેટ , ૩૦ મીલીગ્રામ કોલેસ્ટેરોલ , ૩૦ મીલીગ્રામ સોડિયમ , ૮૧૩ મીલીગ્રામ પોટેશિયમ , ૨૯ ગ્રામ ટોટલ કાર્બોહાઇડ્રેટ , ૨૭ ગ્રામ ડાયેટરી ફાયબર , ૧.૬ ગ્રામ શર્કરા , ૧૮ ગ્રામ પ્રોટિન , ૦ % વિટામિન એ , ૧% વિટામિન સી , ૨૫% કેલ્શિયમ , ૩૧% આયર્ન , ૦% વિટામિન ડી , ૨૫% વિટામિન બી-૬ , 0% વિટામિન બી-૧૨ , ૯૮% મેગ્નેશિયમ સમાવિષ્ટ હોય છે.

વજન ઘટાડવામાં તેમજ બોડી મેઇન્ટેઇન કરવામાં સહાયરૂપ બને :

અળશીમાં સમાવિષ્ટ લિગ્નિન અને ઓમેગા-3 શરીર માં ચરબીને જમા થતા અટકાવે છે અને શરીરને ચુસ્ત બનાવે છે. જો તમે તમારા બીઝી શેડયુલમાંથી થોડો સમય પણ ઉઠીને વ્યાયામ માટે સમય ના ફાળવી શકતા હોવ તો તેવામાં તમારે અળસીનું સેવન અવશ્યપણે કરવું જોઈએ અને તેનો તમારી આદતોમાં પણ સમાવેશ કરવો જોઈએ.

તેના નિયમિત સેવન થી તમે તમારા વજનને નિયંત્રણ માં રાખી શકો છો. જમ્યાના એક કલાક પૂર્વે ૧.૫ ચમચી અળશી સારી રીતે ચાવી ચાવીને તેનું સેવન કરવું જોઈએ અને ત્યાર બાદ એક ગ્લાસ પાણી પી લેવું, અડધી કલાક બાદ ફરી એક ગ્લાસ પાણી પીવું. તેનાથી તમારું પેટ ભરેલું ભરેલું લાગશે અને તમે વધુ જમી શકશો નહીં.

પાચનમાં સુધારો થાય :

જો તમે નિયમિત કબજિયાતની સમસ્યા થી પીડાતા હોવ અને તમારી પાચનશક્તિ નબળી હોય તો ઉપરોકત જણાવેલી વિધી અનુસાર અળશીનું સેવન કરવાથી તમારી પાચનશક્તિ સુધરે છે અને મજબૂત બને છે આ ઉપરાંત આખા દિવસ દરમિયાન બને તેટલું વધારે પાણી નું સેવન કરવું.

અસ્થમા ની સમસ્યા માં લાભદાયી :

અળશીમાં અસ્થમા ની સમસ્યામાંથી રાહત મેળવવા માટેના અનેક ગુણતત્વો સમાવિષ્ટ હોય છે. જો તમે અસ્થમા ની સમસ્યા થી પિડિત હોવ તો તેના માટે અળસી ના બીજ ને વાટી તેને ક્રશ કરી તેને પાણી માં મિક્સ કરી દેવું ત્યાર બાદ આ પાણી ને ૧૦ કલાક માટે તેમ જ રાખી મુકવું. ત્યાર બાદ જો આ પાણીનું આખા દિવસમાં ત્રણ વાર નિયમિત સેવન કરવામાં આવે તો અસ્થમાની સમસ્યામાં રાહત મળે છે. આ ઉપરાંત આ પાણી ના સેવનથી ઉધરસમાં પણ રાહત મળશે.

સ્ત્રીઓ ના હોર્મોન્સ ને નિયંત્રણ મા રાખે છે :

અળશી મા સમાવિષ્ટ ફાઇટોએસ્ટ્રોજન ના કારણે તે સ્ત્રીઓ માટે વિશેષ લાભદાયક સાબિત થાય છે. સ્ત્રીઓ મા રજોનિવૃત્તિ ના સમયે થનારા હોર્મોનલ પરિવર્તન અને તેના કારણે ઉભી થતી સમસ્યાઓ જેમ કે વધારે પડતી ગરમી (હોટ ફ્લેશીસ), અકળામણ, અનિયમિત રક્તસ્ત્રાવ, કમરદર્દ , યોની શુષ્ક થઈ જવી, અને સાંધાનો દર્દ વગેરે માં અળશી ખુબ જ લાભદાયી સાબિત થાય છે.

 

પોલિસાઇટિક ઓવેરી સિમ્પટમ્પ્સ માંથી મુક્તિ :

જો તમે PCOS ની સમસ્યા થી પીડાતા હોવ અને તમારું માસિક નિયમિત ન હોય તો તેવા કેસ મા આ અળશી નું નિયમિત સેવન તમને આ સમસ્યાથી મુક્તિ અપાવી શકે છે.

ચામડી તથા વાળને સ્વસ્થ, સુંદર અને ચમકદાર બનાવે છે :

જો તમે ઇચ્છતા હોવ કે તમારા વાળ અને ચામડી સ્વસ્થ અને ચમકદાર બને તો રોજ 1થી 2 ચમચી અળશીના સેવનને તમારી આદત બનાવી લો. તેમાં સમાવિષ્ટ એન્ટીઓક્સિડેન્ટ સ્કિનમાં કોલેજન પ્રોડક્શન અને નવા સેલ્સને બનાવવામાં સહાયરૂપ બને છે જેનાથી સ્કિન પર ઉંમરની સાથે થતા પરિવર્તનો ઓછા દેખાય છે.

હાઇ કોલેસ્ટ્રોલ ના સ્તર ને નીચું લાવે છે :

અળશી મા સમાવિષ્ટ ફાઈબર ચરબી અને કોલેસ્ટ્રોલને શરીર દ્વારા શોષાતા અટકાવે છે જેના કારણે શરીર ના કોલેસ્ટ્રોલ ના સ્તર ને નિયંત્રિત રાખવામાં સહાયરૂપ બને છે. તેની સાથોસાથ અળશીના બીજ હાઈ બ્લડપ્રેશર ના દર્દીઓ માટે પણ લાભપ્રદ સાબિત થાય છે.

ડાયાબિટીઝ ના દર્દીઓ માટે લાભદાયી :

અળશી ના બીજ મા સેલ્યૂલોસ નું જ એક સ્વરૂપ લિગ્નિન ભરપૂર પ્રમાણ મા સમાવિષ્ટ હોય છે, જે બ્લડ શુગર ને નિયંત્રિત રાખવામાં અત્યંત સહાયરૂપ બને છે. માટે જો તમે પણ ડાયાબિટીઝ ના દર્દી હોવ તો કોઈપણ સ્વરૂપે નિયમિત 25 ગ્રામ અળશીનું સેવન ભૂલ્યા વગર કરવું જોઈએ. જો તમે ઇચ્છો તો આ પ્રમાણને તમે કેટલાક ભાગમાં વહેંચીને પણ લઈ શકો છો. અને પછી આખા દિવસમાં કોઈ પણ સમયે તેનું સેવન કરી શકો છો.

કેન્સર અટકાવવા માટે સહાયરૂપ બને :

શરીર મા મળી આવતા ટોક્સિંસ તેમજ બગાડ ના લીધે કેન્સર થવાનું જોખમ હંમેશા આપણાં પર તોળાયેલું રહે છે. અળશી મા વિદ્યમાન લિગ્નિન શરીર મા મળતા ટોક્સિંસ, બગાડ તેમજ કોલેસ્ટ્રોલ ને એકસાથે મળવાટે બહાર કાઢી નાખે છે અને તમને કેન્સર જેવા જીવલેણ રોગ થી બચાવવામાં મદદરૂપ થાય છે. તેના સેવન થી પ્રોસ્ટેટ કેન્સર, કોલોન કેન્સર , બ્રેસ્ટ કેન્સરથી રક્ષણ મેળવી શકાય છે.

સાંધાના દુઃખાવાથી રાહત મળે :

અળશી સાંધા ની દરેક તકલીફો મા અસરકારક છે. તેના નિયમિત સેવન થી લોહી પાતળુ થાય છે, જેના લીધે પગ મા લોહી નો પ્રવાહ યોગ્ય માત્રા મા થાય છે.

સાંધા ના દુઃખાવા મા અળશી નો ભુક્કો લઈ તેને સરસિયા ના તેલ ની સાથે ગરમ કર્યા બાદ તેને ઠંડુ થવા દઈ સાંધા પર લગાવી દેવું, જેથી આરામ મળશે.

ચાલો હવે ટુંક માં અળશી ના અન્ય લાભો વિશે પણ માહિતી મેળવીએ :

અળશી માં સમાવિષ્ટ ફાઈબર પેટ ને સાફ રાખવામાં સહાયરૂપ બને છે. શરીર ને ઉર્જામયી અને સ્ફૂર્તિમયી રાખે છે. અળશી ના બીજ ના ઓઇલ નો ઉપયોગ કરવાથી આપણાં વાળ ચમકદાર બને છે. જો શરીર ના કોઈ ભાગ પર દાઝી ગયા હોવ અને તેના પર અળશી ના તેલ ની માલિશ કરવા માં આવે તો તુરંત જ આરામ મળે છે. અળશી ના સેવન થી માસિક ના સમયે થતી સમસ્યા માં રાહત મળે છે. કફ ની સમસ્યામાંથી મુક્તિ અપાવે છે.

ધ્યાન રાખોઃ

જો તમે પહેલે થી જ કોલેસ્ટ્રોલ ને ઘટાડવાની, ડાયાબિટીઝ ને અંકુશમાં રાખવાની, કે લોહીને પાતળુ બનાવવાની દવા લેતા હોવ તો અળશી નો ઉપયોગ કરતા પહેલાં તમારા ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે. અળશી નું યોગ્ય પ્રમાણમાં સેવન કરવું જરૂરી છે, તેનું વધુ પ્રમાણમાં સેવન કરવાથી નુકસાન થઈ શકે છે. જો તમને પાઇલ્સની સમસ્યા હોય તો અળશીનું સેવન કરવું જોઈએ નહીં. અળશી ખાધા બાદ વધારેમાં વધારે પાણી પીવું. અળશીમાં વધારે પ્રમાણમાં ફાયબર હેવાથી, જો પાણીની કમી હશે તો પેટમાં ગેસ, એસિડિટી જેવી સમસ્યાઓ ઉત્પન્ન થાય છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments