આ યુવકનું ભેજું તો જુવો : Amazon ઉપર આવી રીતે કમાતો હતો યુવક, 4 મહિનામાં 19 લાખ કમાયો…
અત્યારના સમયમાં લોકો પૈસા કમાવવા માટે અલગ અલગ રીતો અપનાવતા હોય છે.
ઓનલાઈનના (Online) જમાનામાં ભેજાબાજો પૈસા કમાવવાની પોતાની રીત શોધી કાઢતા હોય છે.
કેટલીક ચીની કંપનીઓ પૈસા આપીને પોતાના સામાનોના નકલી રૂવ્યૂ Amazon ઉપર કરી રહી હતી. ફાઈનાન્સિયલ ટાઈમ્સની એક રિપોર્ટમાં આનો ખુલાસો થયો છે.
એક રૂવ્યૂ કરનાર વ્યક્તિએ તો આશરે ત્રણ મહિનામાં નકલી રિવ્યૂ કરવાના કામતી આશરે 19 લાખ રૂપિયાની કમાણી કરી હતી.
રિપોર્ટમાં ખુલાસો થયો છે કે ટોપ રિવ્યૂઅર્સ પૈસા લઈને Amazon ઉપર 5 સ્ટાર રેટિંગ આપી રહ્યા છે.
પહેલા તેઓ પ્રોડક્ટ ખરીદતા હતા અને પછી એમેઝોન ઉપર 5 સ્ટાર રેટિંગ આપતા હતા. ત્યારબાદ તેમને કંનપીઓ તરફથી રિફંડ કરી દેતા હતા.
અનેક વાર પ્રોડક્ટ સાથે તેમને અન્ય ગિફ્ટ પણ ળતી હતી.
રિપોર્ટ પ્રમાણે જસ્ટીન એમેઝોન ઉપરથી ખરીદેલા સામાનને eBay ઉપર વેચતો હતો.
જૂનથી અત્યાર સુધી જસ્ટીન 19 લાખ રૂપિયાનો સામાન વેચી ચૂક્યો છે. જોકે, જસ્ટીને પૈસા લઈને રિવ્યૂ કરવાનો આરોપ નાકારી દીધો હતો.
ચીની કંપનીઓ સોશિયલ મીડિયા ગ્રૂપ અને મેસેજિંગ એપ ઉપર આવા રિવ્યૂઅર્સથી સંપર્ક કરે છે.
જે પૈસા લઈને નકલી રિવ્યૂ કરી શકે. ટેલિગ્રામ ઉપર આવા કેટલાક ગ્રૂપ મળ્યા છે જે હજારો 5 સ્ટાર રિવ્યૂ કરાવવાનો દાવો કરે છે.