સર્વે મુજબ દેશમાં 15% લોકો અનિદ્રાની બીમારીથી પીડાય છે
મોડી રાત સુધી ઊંઘ ન આવતી હોય તો ડૉક્ટરની સલાહ લેવી
CBT થેરપી અને દિવસમાં બેડથી દૂર રહેવું
શું દરરોજ રાત્રે 3 વાગી જાય છે અને તમને ઊંઘ નથી આવતી? પછી તમને એન્ક્ઝાઇટી થાય છે અને બીજો દિવસ ખરાબ થઈ જાય છે. તમને કામના કલાકોમાં પણ ઊંઘ આવે છે. આળસ તો હંમેશાં આવે છે. જો આવું થઈ રહ્યું હોય, તો તે ઇન્સોમ્નિયા એટલે કે અનિદ્રાનાં લક્ષણો છે. આ એક પ્રકારની બીમારી છે.
2020માં તણાવ, ડિપ્રેશન, નેગેટિવિટી, એન્ક્ઝાઇટી અને ઇન્સોમ્નિયા એટલે કે અનિદ્રા જેવી બીમારીઓના લિસ્ટમાં ઇન્સોમ્નિયા ટોપ પર છે. ચીન અને યુરોપમાં તેની સૌથી વધારે અસર છે. નેશનલ સેન્ટર ઓફ બાયોટેક્નોલોજી ઈન્ફોર્મેશન (NCBI)ના આંકડા અનુસાર, ભારતમાં લગભગ 15%થી વધુ લોકો અનિદ્રાથી પીડાય છે.
ક્લીવલેન્ડ ક્લિનિક ઓફ સ્લીપ ડિસઓર્ડરના ડિરેક્ટર નેન્સી ફોલ્ડવેરીએ કહ્યું કે, કોરોનાને લીધે આખી દુનિયામાં અનિદ્રાથી પીડિત લોકોની સંખ્યા વધી ગઈ છે. કોરોનામાં એન્ક્ઝાઇટી લેવલ વધે છે અને હાઈ એન્ક્ઝાઇટી લેવલ ઇનસોમ્નિયાનું સૌથી મોટું કારણ છે.
એક્સપર્ટના કહેવા પ્રમાણે, જો તમે આ સમસ્યાથી પીડિત છો તો તમારે સૌથી પહેલાં નક્કી કરવું પડશે કે તેનું કારણ શું છે. એકવાર તમે કારણ શોધવામાં સફળ રહ્યા તો પોતે જ તેનો રસ્તો શોધી લેશો.
ઇન્સોમ્નિયાથી ચાર રીતે બચી શકાય છેઃ
1. મદદ લેવામાં પાછળ ના પડો
કોરોનાટાઈમમાં થઇ રહેલાં મૃત્યુ, પરિવારમાં લોકો કે મિત્રો કોરોનાની ઝપેટમાં આવી જવાના સમાચાર અને નોકરી છૂટી જવાના ન્યૂઝથી એન્ક્ઝાઈટી લેવલ વધી રહ્યું છે. આ એક ફેક્ટર છે જે ઇન્સોમ્નિયા ટ્રિગર કરે છે એટલે કે અનિદ્રા વધારે છે.
2. દિવસના સમયે બેડથી દૂર રહો
સ્લીપ ફિઝિશિયન ડોક્ટર કેરિજ કેનપારીનું કહેવું છે કે, ઘણી વખત આપણે ઘરે કરાતાં કામ અને ફ્રી ટાઇમ વચ્ચેની લાઇન દૂર કરી દઇએ છીએ. એટલે કે, આપણે કામ અને આરામ બંને સમયમાં એક જ રીતે રહીએ છીએ. ઉદાહરણ તરીકે, કામ દરમિયાન પણ પથારીમાં રહીને કામ કરવું અને આરામ સમયે પણ પથારીમાં જ રહેવું. નિષ્ણાતોના મતે, તે આ પણ ઇન્સોમ્નિયાનું એક ફેક્ટર હોઈ શકે છે.
3. બેડ ટાઇમમાં ફેરફાર કરો
અનિદ્રા એ એક પ્રકારની માનસિક બીમારી છે. જ્યારે કોઈ નેગેટિવિટી અથવા એન્ક્ઝાઇટી આપણા ઉપર જરૂર કરતાં વધારે હાવી થઈ જાય ત્યારે તે અનિદ્રાનું કારણ બની જાય છે. તેથી, એક્સપર્ટ કહે છે કે તેને અટકાવવા માટે માનસિક રીતે કરવામાં આવેલા ઉપાય વધુ અસરકારક છે.
4. સ્ક્રીન ટાઇમ કિલ કરો
અનિદ્રાનાં સૌથી મોટાં કારણોમાંનું એક છે બોડી ક્લોક બગડવી. અને બોડી ક્લોક બગડવાનું સૌથી મોટું કારણ છે મોબાઇલ, ટીવી અને લેપટોપ છે. એક્સપર્ટ્સના જણાવ્યાનુસાર, લોકો અને મોટાભાગના ટીનેજર્સ મોડી રાત સુધી સ્ક્રીનને ચોંટેલા રહે છે. જેના કારણે તેમના સૂવાનો સમય બદલાય છે અને તે ઘટે પણ છે. ધીમે-ધીમે શરીર તે પ્રમાણે પોતાને અનુકૂળ બનાવે છે અને પછી તે સમય પસાર થઈ ગયો હોવા છતાં ઊંઘ પણ નથી આવતી હોતી.