Sunday, December 3, 2023
Home Entertainment નેહા મહેતાએ શો છોડી આ મામલે ઓફિશિયલ સ્ટેટમેન્ટ જાહેર કર્યું છે...

નેહા મહેતાએ શો છોડી આ મામલે ઓફિશિયલ સ્ટેટમેન્ટ જાહેર કર્યું છે…

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની એક્ટ્રેસ નેહા મહેતાએ શો છોડી આ મામલે ઓફિશિયલ સ્ટેટમેન્ટ જાહેર કર્યું છે…

ઉલ્લેખનીય છે કે દર્શકોના ફેવરેટ કોમેડી શો બની ચૂકેલા તારક મહેતાના ઉલ્ટા ચશ્મામાં નેહાએ 12 વર્ષ કામ કર્યું છે.

અને લોકડાઉન અને કોરોના વાયરસ પછી જ્યારે આ શો એક વાર ફરી ચાલુ થયો છે ત્યારે નેહાએ આ છોડવાનું મન બનાવી લીધું છે.

જો કે અત્યાર સુધી નેહાએ આ પાછળનું કારણ નહતું આપ્યું. પણ હવે તેમણે આ મામલે ઓફિશિયલ સ્ટેટમેન્ટ એક પોસ્ટ કરીને આપ્યું છે.


નેહા મહેતાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક સ્ટોરીમાં લખ્યું છે કે – તમામને હેલો અને આભાર, મેં અદ્ઘભૂત શો તારક મહેતાના ઉલ્ટા ચશ્મામાં 12 વર્ષ વીતાવ્યા છે.

અને હું આ મારા સુંદર કેરિયર માટે હંમેશા આભારી છું. આદરણીય અસિત કુમાર મોદી જી, કોસ્ટાર્સ, TMKOCની પૂરી ટીમની હું આભારી છું. આ સુંદર સફરને પૂરું કરવા તમારી મહેનતનો હું સન્માન કરું છું.


નેહાએ આગળ લખ્યું કે મેં પહેલા ક્યારેય આટલો ફન નથી કર્યો. હું આ શોનો ભાગ બનીને ખૂબ જ ખુશ છું.

પણ આ શોની સ્વચ્છંદતા અને પોતાના પ્રતિભાશાળી સહકર્મીઓની ઉદારતાને યાદ રાખીશ. ધન્યવાદ અને ફરીથી ભવિષ્ય માટે શુભકામનાઓ. શો ચાલતો રહેવો જોઇએ.


ઉલ્લેખનીય છે કે નેહા મહેતાની જગ્યાએ આ શો પર નવી અંજલી ભાભી તરીકે એક્ટ્રેસ સુનૈના ફોજદાર એન્ટ્રી કરવાની છે. આ મામલે ટાઇમ્સ ઓફ ઇન્ડિયાની રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે.


અંજલી ભાભીના આ પાત્ર માટે સુનૈના ફૌજદારે 23 ઓગસ્ટથી શૂટિંગ શરૂ કરી દીધું છે.


સુનૈના શોએ શૈલેશ લોઢા એટલે કે તારકની પત્ની અંજલીની ભૂમિકામાં નજરે પડશે

RELATED ARTICLES

Most Popular

Recent Comments