‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સિરિયલ છેલ્લા 12 વર્ષથી લોકોનું મનોરંજન કરે છે. આ સિરિયલ પણ દર્શકોને ખૂબ પસંદ આવી છે, પરંતુ હવે સિરિયલના દર્શકો માટે ચોંકાવનારા સમાચાર છે. સિરિયલમાં અંજલિ મહેતાનો રોલ પ્લે કરનારી નેહા મહેતાએ સિરિયલ છોડી દીધી હોવાની ચર્ચા થઈ રહી છે.
નેહા મહેતા સીરીયલ ‘તારક મહેતા 2’ છોડી દીધી
એક મીડિયા હાઉસે સૂત્રોના હવાલેથી જણાવ્યું કે, નેહા મહેતાએ આ સિરિયલ છોડી દીધી છે. નેહાએ નિર્માતાઓને કહ્યું કે તે સેટ પર આવી શકશે નહીં. નેહા હવે આ સિરિયલમાં જોવા મળશે નહીં.
નેહાએ આ અંગે મેકર્સને પહેલેથી જ જાણકારી આપી દીધી છે. જોકે નિર્માતાઓ નેહાને સિરીયલમાં રાખવા માટે પ્રયાસ કરી રહ્યા છે, અભિનેત્રીની કારકિર્દી માટે જુદી જુદી યોજનાઓ છે તેથી અભિનેત્રીએ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સિરિયલ છોડી દીધી છે.’
અન્ય સમાચાર એ છે કે નેહાને બીજો પ્રોજેક્ટ મળ્યો છે, તે ટૂંક સમયમાં શૂટિંગ શરૂ કરવા જઈ રહી છે. ઉલ્લેખનીય છે કે 28 જુલાઈએ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ને 12 વર્ષ પૂરા થયા છે.
અંજલિની ભૂમિકા નિભાવી ચૂકેલી નેહા મહેતા શરૂઆતથી સીરિયલમાં છે. તેણે સિરિયલમાં તારક મહેતાની પત્ની અંજલીની ભૂમિકા નિભાવી હતી. તેમના ડાયટ ફૂડની સિરિયલમાં ખૂબ ચર્ચા થઈ હતી.
સિરિયલોની વાત કરીએ તો સિરીયલનું શૂટિંગ લોકડાઉન દરમિયાન બંધ કરવામાં આવ્યું હતું, પરંતુ જ્યારે લોકડાઉન બાદ શૂટિંગ શરૂ થયું ત્યારે ચાહકોને સિરિયલ માટે ઘણો પ્રેમ મળ્યો. સિરિયલની ટીઆરપી રેટિંગ્સ ટોચ પર છે. જેઠાલાલના સપનાએ ચાહકોને ખૂબ મનોરંજન આપ્યું છે.