Home Ayurved જાણો !! અનુલોમ-વિલોમ નાડી શુદ્ધિ પ્રાણાયામનો અભ્યાસ..

જાણો !! અનુલોમ-વિલોમ નાડી શુદ્ધિ પ્રાણાયામનો અભ્યાસ..

હઠયોગ પ્રદીપિકામાં નાડી શોધક અનુલોમ-વિલોમ પ્રાણાયામનું વર્ણન છે તેનો અભ્યાસ અન્ય પ્રાણાયામના અભ્યાસ પહેલા જરૂરી દેહ શુદ્ધિ માટે કરવાનો છે, અનુલોમ-વિલોમ પ્રાણાયામ સર્વે પ્રાણાયામમાં શ્રેષ્ઠ છે,નાડી શુદ્ધિ એટલે કે શરીર તંત્રની આંતરિક શુદ્ધિ કરી તેના વિષ દ્રવ્યો દૂર કરવા માટે આ પ્રાણાયામનો ઉપયોગ કરવામાં આવે છે,

આ પ્રાણાયમનો અભ્યાસ મહત્વપૂર્ણ છે.

વિધિ – પદ્માસન, સિદ્ધાસન કે કોઇપણ આસનમાં સ્થિર બેસીને મસ્તક, ગરદન, શરીરનો મધ્ય ભાગ, કરોડરજ્જુ સીધી રાખો, જમણા હાથનો અંગૂઠો અને આંગળી નાસિકા પાસે રાખો.

પ્રથમ ડાબા છિદ્રથી પૂરક કરવા માટે, (શ્વાસ ભરવા માટે) જમણા નસકોરાને અંગુઠાથી બંધ રાખી, ધીરે ધીરે પૂરક (શ્વાસ ભરો) કરો, યથાશક્તિ પ્રમાણે પૂરક કર્યા બાદ……
આંગળીથી તે છિદ્ર દબાવીને યથાશક્તિ મુજબ આંતર કુંભક (શ્વાસ રોકી રાખો ) કરો,

આંતર કુંભક પૂર્ણ કરી, જમણા છિદ્રથી ધીરે-ધીરે રેચક (શ્વાસ છોડો ) કરો, ડાબા છિદ્રને બંધ રહેવા દો, અને જમણા છિદ્રથી રેચક થઇ ગયા બાદ… પ્રથમ જમણા છિદ્રથી પૂરક કરવા માટે, (શ્વાસ ભરવા માટે) ડાબા નસકોરાને અંગુઠાથી બંધ રાખી, તુરંત જ જમણા છિદ્રથી ધીરે ધીરે પૂરક (શ્વાસ ભરો) કરો, પુરકના અંતમાં તે છિદ્રને બંધ કરીને….

યથાશક્તિ પ્રમાણે કુંભક (શ્વાસ રોકી રાખો ) કરો,

કુંભકના અંતમાં ડાબા છિદ્રથી આંગળી હટાવીને ધીરે-ધીરે રેચક (શ્વાસ છોડો ) કરો,

અનુલોમ-વિલોમ પ્રાણાયામ ના અભ્યાસ માટે નાસિકાના કયા છિદ્રથી પ્રથમ પૂરક કરવો તેનું કોઈ બંધન નથી,
માત્ર જે છિદ્રથી પ્રથમ પૂરક કર્યો હોય તેનાથી વિપરીત છિદ્રથી રેચક કરવાનો હોય છે, અને તુરંત જે તે છિદ્રથી પૂરક કરીને પ્રથમ જે છિદ્રથી પૂરક કર્યો હતો તે છિદ્રથી રેચક કરવાનો છે,
આ રીતે એક આવૃત્તિ થઈ ગણાય, એટલે કે અનુલોમ-વિલોમ પ્રાણાયામના અભ્યાસની એક આવૃત્તિમાં બે વખત પૂરક, બે વખત કુંભક ટ, અને બે વખત રેચકની ક્રીયા કરવામાં આવે છે.

— પૂરક ( શ્વાસ લેવો ), – કુંભક  ( શ્વાસ રોકવો ), – રેચક ( શ્વાસ છોડવો ).

( લાભ – ફાયદા )

–આળસ, ક્રોઘ, વધારે ઉંઘ, બેચેની, સ્ફૂર્તિ આપે, મનની શાંતિ મળે, પ્રસન્નતા, વગેરે
–ચિંતા, તણાવ દૂર થાય, વ્યસનો દુર કરે, રોગ પ્રતિકારક શક્તિ વધારે,
–જ્ઞાન તંત્રની સમતુલા જણાય સંતુલન કરે,
–ચયાપચય દર ઘટે, બ્રોન્કાઈલ અવસ્થા, એલર્જી, સોજો (સ્વસન તંત્ર) સ્વસન તંત્રની સમસ્યામાં ફાયદો કરે, કોષના –સર્જન-વિસર્જનની પ્રક્રિયા સ્થિર થવાથી આલોપ પ્રાપ્ત થાય,
–તેમજ આ આસન કરવાથી સૂર્ય ભેદન અને ચંદ્ર ભેદન બંને પ્રાણાયામનો અભ્યાસ થાય છે.

( સાવધાની – સાવચેતી )

–પૂરક -કુંભક- રેચકમાં યથાશક્તિ પ્રમાણે કરવું, ઉતાવળ કે બળજબરી કરવી નહીં.
–સાંજે કે રાત્રે વધુ પ્રમાણમાં પ્રાણાયામ કરવા ના જોઈએ નહીં 10 થી વધુ ના કરવા,
–ગરમ પ્રદેશમાં, ગરમ ઋતુમાં, કે પિત્ત પ્રકૃત્તિવાળાને અભ્યાસ ન કરવો,
–શીતલી, શીત પ્રદેશ કે ઋતુમાં, કફ પ્રકૃતિવાળા અને અભ્યાસ ન કરવો,
–અભ્યાસ પહેલા સૌચ ક્રીયા પતાવી લો,
–વ્યસન દૂર કરવા, સાત્વિક ખોરાક લ્યો,
–શરીરના આરામદાયક રાખવું, તેમજ કરોડરજ્જુ ગરદન, મસ્તક, ટટ્ટાર, રાખવું,
–યથાશક્તિ પ્રમાણે જ શ્વાસ લેવો અને રોકવો,
–શરીરને ક્યાંય ખેંચાણ ન કરવું કુંભકની સ્થિતિમાં વધે તો વધારવી બળજબરી ન કરવી,
–વિવેક બુદ્ધિ વાપરવી,
–પૂરક – કુંભક – રેચકનો નિયત સમય નક્કી કરી અભ્યાસ કરવો,

-યોગ આસન – જાનવી મહેતા – ( World Yoga Champion )
-લેખક – કલ્પેશસિંહ ઝાલા – ( P.G.D.N.Y.S )