આપણુ ભાવનગર ગ્રુપે પોતાના સોશિયલ મીડિયા નેટવર્કનો કર્યો સદુપયોગ ! હાલમાં કોરોના જેવી વૈશ્વિક મહામારી ચાલી રહી છે, ત્યારે ડોક્ટર, પોલીસ, સફાઇ કર્મીઓ, તેમજ મીડિયા કર્મીઓ પોતાનું કાર્ય કરી રહ્યા છે, તેવામાં સોશિયલ મીડિયાના માધ્યમથી આપણુ ભાવનગર સોશિયલ મીડિયા ગૃપ જેઓએ પોતાના સોશિયલ મીડિયા નેટવર્કનો સદુપયોગ કર્યો છે…
આપણુ ભાવનગર ગૃપ દ્વારા સાહિત્ય કલાકારો, હાસ્ય કલાકારો, સિંગરો, એક્ટરો, વિગેરે કુલ મળી ૨૫ જેવા વ્યક્તિઓને LockDown ના સમયમાં ઘરે બેઠા મનોરંજન મળી રહે તે માટે ફેસબુક પેજ પર લાઈવ કરવામાં આવ્યા હતા…
ત્યારબાદ ભાવનગરના જાણીતા આયુર્વેદિક ડોક્ટરએ ઘરે બેઠા જ “સ્વાસ્થ્ય જાગૃતિ અભિયાન” હેઠળ લોકોને માર્ગદર્શન તેમજ નાના-મોટા, સામાન્ય રોગોના ઉપચાર જણાવ્યા હતા. જેમાં કુલ ૧૦ આયુર્વેદિક ડોક્ટરોને લાઈવ કરવામાં આવ્યા હતા, તેમજ યોગનું માર્ગદર્શન મળી રહે તે હેતુથી યોગના તજજ્ઞોએ પણ પ્રેક્ટીકલ સાથે જ્ઞાન આપ્યું હતું…
ત્યારબાદ ધોરણ 12 નું રીઝલ્ટ આવ્યા બાદ, વિદ્યાર્થીઓને ધોરણ 12 પછી શું કરવું ?
તેનું યોગ્ય માર્ગદર્શન મળી રહે તે હેતુથી તમામ વિદ્યાશાખાના તજજ્ઞો એક સાથે લાઈવ આવી શકે તે માટે ઓનલાઇન Google Meet, તેમજ YouTube માં લાઈવ વેબીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મેડિકલ. એન્જિનિયરિંગ. સાયન્સ. કોમર્સ. આર્ટસ. આ તમામ વિદ્યાશાખાના તજજ્ઞોએ ખુબ સરસ માર્ગદર્શન આપ્યું હતું. જે યુ-ટ્યુબ વિડીયોની લીંક અહીં મૂકી છે, ત્યાંથી આ વિડિયો જોઈ શકો છો..
તેમજ આપણું ભાવનગર ગ્રુપ આયોજિત એક ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મ બનાવામાં આવી હતી, જેનો કૉન્સેપ્ટ અને સ્ટોરી આત્મનિર્ભર પર બનાવાઈ હતી.. જે યુ-ટ્યુબ વિડીયોની લીંક અહીં મૂકી છે, ત્યાંથી આ વિડિયો જોઈ શકો છો..
થેલેસેમિયા ગ્રસ્ત બાળકોની મદદ માટે, ભાવનગર બ્લડ બેંકના સહયોગથી અને રંગરસીયા ગરબા ગ્રૂપ દ્વારા આયોજિત રક્તદાન શિબિર યોજાઈ હતી, જેમાં આપણું ભાવનગર ગ્રુપ સહ ભાગી થઈને આ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું, હતું..
જેમાં કુલ 123 બોટલ રક્ત ભેગું થયું હતું….
જે ફેસબુક વિડીયોની લીંક અહીં મૂકી છે ત્યાંથી આ વિડિયો જોઈ શકો છો..