Friday, June 9, 2023
Home Bhavnagar "આપણું ભાવનગર" ફેસબુક પેજ પર લોકડાઉન દરમ્યાન શરુ થયો, લાઇવ એપિસોડ !...

“આપણું ભાવનગર” ફેસબુક પેજ પર લોકડાઉન દરમ્યાન શરુ થયો, લાઇવ એપિસોડ ! જેમાં નવા નવા કલાકાર, સાહિત્યકાર, એક્ટર, વક્તા, સિંગર અને હાસ્યકાર આવે છે લાઇવ..

આપણું ભાવનગર ફેસબુક પેજ પર લોકલોક ડાઉન દરમ્યાન રોજ આવે છે, નવા કલાકારો, સાહિત્યકાર, એક્ટર, સિંગર અને હાસ્યકાર…

ભાવનગર : હાલ લોકડાઉનમાં ઘરે સમય પસાર કરી રહેલા ભાવનગરની જનતાને માટે ‘આપણું ભાવનગર’ ફેસબુક પેજ ખાસ એપિસોડ લઈને આવ્યું છે.

જેમાં ‘આપણું ભાવનગર’ ના ફાઉન્ડર કલ્પેશસિંહ ઝાલા તેમના મિત્રો ને ફેસબુક પેજના માધ્યમથી રોજ નવા નવા જાણીતા કલાકારોને આપણું ભાવનગર ફેસબુક પેજ પર લાઈવ કરે છે.

કોરોનાની મહામારીને અટકાવવા માટે લોકડાઉન લાગુ છે. ત્યારે સૌ ભાવનગરની જનતા ઘરે રહીને લોકડાઉનને અસરકારક બનાવી રહ્યા છે. આ દરમિયાન ઘરે બેઠા ભાવનગર વાસીઓ સુધી આ આપણું ભાવનગર ફેસબુક પેજ તરફથી કંઈકને કંઈક નવું પીરસવામાં આવી રહ્યું છે.

ભાવનગરની જનતાને આ એપિસોડ ના શરૂ થવાથી ખૂબ વખાણ થઈ રહ્યા છે ભાવનગર વાસીઓ સૌ ઘરે બેઠા બેઠા મોબાઇલમા પરિવાર સાથે આનંદથી માણી રહ્યાં છે..

અને હાલમાં ગુજરાત ના તમામ કલાકારો વક્તાઓ અને સાહિત્યકાર પણ તમામ ગુજરાતી ઓ ને ઘરે રહેવાની સલાહ આપી ઘરે બેઠા ઓનલાઈન લાઇવ થઈ બધા ને મનોરંજન પૂરું પાડી રહ્યા છે…

30 એપ્રિલ સુધી રોજ સાંજે ફેસબૂક પેજ પર આ એપિસોડ લાઇવ આવશે તો આપણું ભાવનગર ફેસબુક પેજ ને લાઇક કરી આ બધા કલાકારો ને નિહાળો અને ઘરે રહો, સુરક્ષિત રહો….

હજી ઘણા બધા કલાકરો રોજ આપણું  ભાવનગર ફેસબુક પેજ પર આવશે જેની પોસ્ટ અને અપડેટ માટે ફેસબુક પેજ ને જોતા રહો. નીચે પેજની લીન્ક ખોલી અથવા ફેસબુકમાં સર્ચ કરો, આપણું ભાવનગર જ્યાં તમને આ પેજ મળી જશે..

https://www.facebook.com/apnubhavnagar/

RELATED ARTICLES

Most Popular

Recent Comments