Monday, March 27, 2023
Home Gadget શું તમારા સ્માર્ટફોનમાં પણ દેખાય છે આવુ?

શું તમારા સ્માર્ટફોનમાં પણ દેખાય છે આવુ?

શું તમારા સ્માર્ટફોનમાં પણ દેખાય છે આવુ?

શું તમે ક્યારેય પોતાના iPhone ના ફ્રંટ કેમેરાની એકદમ સાઈટમાં કોઈ બ્લિંકર જોયુ છે? આ ક્યારેક ગ્રીન કલર તો ક્યારેક ઓરેંજ કલરમાં દેખાય છે. જો તમારો જવાબ હાં છે તો સાવધાન થઈ જજો. કારણ કે, કોઈ તમારી જાસૂસી કરી રહ્યુ છે. તમારા લોકેશન અને એક્ટિવિટીને રિયલ ટાઈમ મોનિટર કરવામાં આવી રહ્યા છે. ચાલો જણાવીએ તેનું કારણ.

એપ્પલનું આ છે નવુ ફીચર

એપ્પલે હાલમાં પોતાની ઓપરેટિંગ સોફ્ટવેયરને અપગ્રેડ કર્યુ છે. iOS 14 માં એપ્પલે બધા આઈફોન્સ માટે નવો સોફ્ટવેર જાહેર કરી દીધો છે. આ અપગ્રેડ સોફ્ટવેરમાં નવુ ફીચર જાહેર કરવામાં આવ્યુ છે.

જે હેઠળ જો હવે કોઈ તમારી મંજૂરી વગર સ્માર્ટફોનનો કેમરો અને સ્પીકર ઓન કરે છે તો આ બ્લિંકર પોતાની રીતે જ ચાલુ થઈ જાય છે. આ બ્લિંકર આઈફોન્સના ફ્રંટ કેમેરાની એકદમ બાજુમાં હોય છે. અત્યાર સુધી તેનો વધારે વપરાશ થયો નથી, પરંતુ હવે તેને ઓપરેશનલ કરી દેવામાં આવ્યો છે.

શું છે ગ્રીન અથવા ઓરેંજ બ્લિંકરની બળતરાનો મતલબ

ખાનગી વેબસાઈટ પ્રમાણે જો તમારા આઈફોનમાં ગ્રીન કલનો બ્લિંકર જોઈ રહ્યા છે તો, સમજી જશો કે, તમારો કેમરો એક્ટિવેટ કરી દેવામાં આવ્યો છે. કોઈ એપ તમારો વીડિયો રેકોર્ડ કરી રહ્યું છે. વીડિયોની સાથે તમારો ફોટો પણ લઈ શકાય છે. એમ જ જો મોબાઈલના ફ્રંટમાં ઓરેંજ બ્લિંકર દેખાઈ રહ્યા છે તો સમજી જજો કે, એપ તમારી વોઈસ રેકોર્ડ કરી રહ્યુ છે.

આ રીતે કરી શકશો બચાવ

Apple ના નવા સોફ્ટવેર અપગ્રેડ પ્રમાણે જો તમારા કેમેરા અને ઓડિય પર ખુદ કંટ્રોલ કરી શકે છે. તે માટે તમારે મોબાઈલના કંટ્રોલ સેંટરમાં જવું પડશે. અહીંયા તમે ખુદ જોઈ શકશો કે, તમે કઈ એપ્સને ઓડિયો અને વીડિયો રેકોર્ડ કરવાની મંજૂરી આપી રાખી છે. જો તમને લાગે છે કે, કોઈ એપ તમારી મરજી વગર ઓડિયો અને વીડિયો રેકોર્ડ કરવાની મંજૂરી લઈ રહ્યુ છે તો તેને તમે બંધ ખરી શકો છો.

સોર્સ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments