મિત્રો, નોટબંધી પછી આપણા દેશમાં રોકડ રકમની ઘણી મુશ્કેલી સર્જાઈ હતી, જેના કારણે લોકોએ ખુબ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સ્થિતિમાં હજી એટલો વધારે સુધારો નથી આવ્યો. તમે પણ અનુભવ્યું હશે કે હજી પણ ઘણા બધા એટીએમમાં કેશ નથી હોતી. જેને કારણે લોકોને ખુબ પરેશાની થઈ રહી છે.
એવામાં તમે કોઈ ATM માં કેશ ઉપાડવા માટે જાવ અને મશીનમાં નોટ જ ન હોય તો શું થાય? એવામાં બીજા એટીએએમમાં જવું પડે છે. અને ત્યાં પણ ન હોય તો ત્રીજા એટીએમમાં જવું પડે છે. એવામાં લોકોને ઘણી મુશ્કેલી થાય છે, અને તેમનો ઘણો સમય બગડે છે. પણ યુનિયન બેંક (Union Bank) એ આવી સ્થિતિમાં પોતાના ગ્રાહકોની મદદ માટે યુ મોબાઈલ (U Mobile) નામની એક મોબાઈલ એપ લોન્ચ કરી છે. એની મદદથી ગ્રાહકોને પહેલા જ ખબર પડી જશે કે, એટીએમમાં કેશ છે કે નથી
બેંકે આના માટે જિયો સર્વેની મદદ વ્યવસ્થા કરી છે. એની મદદથી મોબાઈલ એપમાં જોઈ શકાશે કે, બેંકના કયા એટીએમમાં કેશ છે અને કયું એટીએમ ખાલી છે. જે એટીએમમાં કેશ હશે એના પર લીલું નિશાન દેખાડશે, અને ખાલી એટલે કે કેશ વગરના એટીએમ પણ લાલ નિશાન દેખાડશે.
આખા દેશમાં યુનિયન બેંકના લગભગ 7000 એટીએમ છે. આ એપની ખાસિયત એ પણ છે કે, આમાં ત્રણ અલગ અલગ અંતર જેમ કે 0 થી 3 કિમી, 3 થી 5 કિમી અને 5 થી 10 કિમીમાં રહેલા એટીએમને ચિન્હિત કરી શકાય છે.
યુનિયન બેંક ઓફ ઈન્ડિયાના CMD રાજકિરણ રાયના જણાવ્યા અનુસાર, યુનિયન બેંક ઓફ ઈન્ડિયાની યુ મોબાઈલ નામની એપ લોન્ચ થઈ ગઈ છે. આ એપથી એટીએમમાં રોકડ હોવાની અથવા એટીએમ ખાલી હોવાની જાણકારી મળશે
આ એપને ડાઉનલોડ કરવા માટે ગુગલ પ્લે સ્ટોરની મદદ લઈ શકાય છે. બેંકની વેબસાઈટ પર પણ આ મોબાઈલ એપની લિંક મળશે. આ એપની મદદથી લોકોએ કેશ વાળા એટીએમની શોધમાં આમ-તેમ ભટકવું નહિ પડે. તેઓ પોતાના મોબાઈલમાં જ કેશવાળા એટીએમની જાણકારી મેળવીને સીધા ત્યાં પહોંચી જશે, જેને લીધે લોકોનો ઘણો બધો સમય બચશે.