આજકાલ લોકો છેતરામણીનો શિકાર બનતા હોય તેવા ઘણા કિસ્સાઓ સામે આવતા હોય છે. આજના સમયમાં ટેકનોલજીના ઉપયોગથી લોકો તમારા ખાતામાં રહેલા પૈસા પણ પડાવી લેતા હોય છે.
ત્યારે અમે તમને આજે એક અમારો અનૂભવ તમને સેર કરીએ જેની અંદર જોઈ શકાય છે કે તમે કેવી રીતે તમારું ખાતું સુરક્ષતિ રાખી શકો છો.
ઘણી વખતે તમારા મોબાઇલમાં મેસેજ આવતા હશે કે આ લીંક ખોલો તો તમને લોટરી લાગી છે અથવા તો તમારા ખાતામાં આટલા પૈસા જમા થયા છે.
નીચેની લીંક ખોલો અથવા તો તમને એવો મેસેજ આવે કે તમારી ઈલેક્ટ્રીક સીટી એટલે કે તમારા ઘરનો પાવર બંધ થઈ જશે તમારા આટલા પૈસા તમારે ભરવા પડશે તો નીચેની લીંક ખોલી તમે પૈસા ભરો અથવા તો નીચેના નંબર પર ફોન કરો તેવા મેસેજ આવતા હશે..
ખરેખર તો આ મેસેજ ફેક હોય છે, જેના દ્વારા તમે તેની જાળમાં ફસાઈને તમે તેને પૈસા ટ્રાન્સફર કરવા માટે ઓટીપી આપી દો છો, કે એને તમારી ખાતાની વિગત બધી આપી દો છો, તેવા પણ બનાવો બને છે.
ત્યારે તમારે ક્યારે પણ બેંક મેસેજ કે ફોન કરતી નથી તમારે બેંકે જવું પડે છે તો આવા મેસેજ કે ફોન આવે તો તમારે તકેદારી રાખવી જોઈએ જેથી તમારે બહુ મોટું નુકસાન થતું અટકી જશે…