ATMમાંથી ન નીકળે અને ખાતામાંથી પૈસા કપાય જાય તો બેંક રોજ આપશે 100 રૂ.
વાંચો RBIનાં નિયમ..
આપને ઘણીવાર એવું થાય છે કે તમે ATM પર પૈસા ઉપાડવા ગયા હોઈ, પરંતુ પૈસા નીકાળતા નથી, અને એકાઉન્ટમાંથી પૈસા કપાઇ જાય છે. આ માટે તમારે બેંકની હેલ્પલાઇન પર સતત ફોન કરવો પડે છે, અને બેંકોનાં ચક્કર પણ લગાવવા પડે છે.
RBIની ગાઇડલાઇન પ્રમાણે આવું થાય તો ફરિયાદ થયાનાં 7 દિવસોની અંદર ગ્રાહકનાં એકાઉન્ટમાં પૈસા પરત થઇ જવા જોઇએ. જો બેંક આવું ન કરે તો તેને ગ્રાહકને તેનું વળતર આપવું પડશે.
ફરિયાદ થયાનાં 7 દિવસોની અંદર બેંક ગ્રાહકનાં એકાઉન્ટમાં પૈસા ન જમા થાય તો બેંકે દરરોજ 100 રૂપિયા વળતર તરીકે ગ્રાહકને આપવાનાં રહેશે.
પૈસા ન નીકળ્યાની ઘટના થાય તો ગ્રાહકે તરત બેંક બ્રાંચમાં સંપર્ક કરીને ફરિયાદ કરવી જોઇએ. જો બેંક 30 દિવસની અંદર પણ આ ફરિયાદનું સમાધાન ન કરે તો તમે સીધા બેકિંગ લોકપાલને આની ફરિયાદ કરી શકે છે.
તમને ટ્રાન્જેક્શનની સ્લીપ કે એકાઉન્ટ સ્ટેટમેન્ટની સાથે પોતાની ફરિયાદ નોંધાવવાની રહેશે. 7 દિવસની અંદર પૈસા પરત ન આવે તો તમારે એનેક્શર 5 ફોર્મ ભરવાનું રહેશે. જે દિવસે તમે આ ફોર્મ ભરશો તે જ દિવસથી આપની પેનલ્ટી ચાલુ થઇ જશે.