Wednesday, September 27, 2023
Home Ajab Gajab 500 વર્ષ પછી અયોધ્યાની આજુબાજુના 105 ગામના ક્ષત્રિયો હવે પાઘડી અને ચામડાના...

500 વર્ષ પછી અયોધ્યાની આજુબાજુના 105 ગામના ક્ષત્રિયો હવે પાઘડી અને ચામડાના પગરખા પહેરશે, જાણો આવું કેમ..

500 વર્ષ પછી 105 ગામના ક્ષત્રિયો હવે પાઘડી અને ચામડાના પગરખા પહેરશે, અયોધ્યા મંદિર પરના હુમલાના વિરોધમાં લીધી હતી પ્રતિજ્ઞા. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ ગામડાઓમાં ખુશીની ઉજવણી કરવામાં આવી રહી છે, ઘરે ઘરે પાઘડીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

16મી સદીમાં મોગલો સામે હાર્યા બાદ ગજસિંહે પ્રતિજ્ઞા લીધી હતી તે હાલ પૂરી થઈ છે..

અયોધ્યા અને આજુબાજુના ગામોના 105 ગામોમાં સમસ્ત સૂર્યવંશી ક્ષત્રિય પરિવાર 500 વર્ષ પછી ફરી એક વાર પાઘડી અને ચામડાની પગરખા પહેરી લેશે. કારણ- રામ મંદિર બનાવવાનો તેમનો સંકલ્પ પૂરો થયો. આ ગામોમાં ક્ષત્રિયોને ઘરે ઘરે અને જાહેર સભાઓમાં પાઘડીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

મંદિર પર હુમલો કર્યા પછી, સૂર્યવંશી સમાજના પૂર્વજોએ શપથ લીધા કે તેઓ મંદિરના નિર્માણ ન થાય ત્યાં સુધી તેઓ તેમના માથા પર પાઘડી નહીં પહેરે, સૂર્યવંશી ક્ષત્રિય અયોધ્યા સિવાય પડોશી જિલ્લાના 105 ગામોમાં રહે છે.

આ તમામ ઠાકુર પરિવારો પોતાને ભગવાન રામના વંશજ માને છે. રામ મંદિર બનાવવાના સુપ્રીમ કોર્ટના આદેશ બાદ અયોધ્યાના આ ગામોમાં ભારે ઉત્સાહ છવાયો છે.

સૂર્યવંશી ક્ષત્રિયે ઘણાં વર્ષોથી લગ્નમાં પણ પાઘડી બાંધી નથી. સમારોહ અને પંચાયતોમાં પણ ઠરાવ મુજબ માથું ખુલ્લું રાખવું. અયોધ્યાના ભારતી કથા મંદિરના મહંત ઓમશ્રી ભારતી કહે છે કે, “સૂર્યવંશી લોકોએ લગ્નમાં માથામાં મૌરીને રાખ્યા આવયક છે તેવા સંકલ્પને ધ્યાનમાં રાખીને એક અલગ રીતે રાખ્યો છે. જ્યારે પ્રાચીન લોકોએ પગરખાં અને ચંપલ ન પહેરવાનો સંકલ્પ કર્યો હતો,
સૂર્યવંશી ક્ષત્રિયના પરિવારો કોર્ટના નિર્ણયથી ખુશ છે અને ભવ્ય મંદિર નિર્માણની રાહ જોઈ રહ્યા છે. ‘

જન્મ દિવસ
અલ્હાબાદ હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ ડી પી સિંઘના કહેવા મુજબ, પૂર્વજોએ 16મી સદીમાં મંદિરને બચાવવા માટે ઠાકુર ગજસિંહની આગેવાની હેઠળ મોગલો સાથે યુદ્ધ લડ્યા હતા. અને તેઓ તેમાં હારી ગયા. તે પછી ગજસિંહે પાઘડી અને ચંપલ ન પહેરવાનો સંકલ્પ લીધો હતો.અને હવે તે પૂરો થયો છે…
कवि जयराज ने लिखा था- ‘जन्मभूमि उद्धार होय ता दिन बड़ी भाग। छाता पग पनही नहीं और न बांधहिं पाग।’

RELATED ARTICLES

Most Popular

Recent Comments