ફક્ત 5 મિનિટમાં ઘરમાંથી મચ્છર કાયમી દૂર કરવાનો વગર ખર્ચનો બેસ્ટ ઘરેલુ ઈલાજ
મચ્છરોના ડંખથી થતી બિમારીને કારણે લાખો લોકો મોતને ભેટે છે. મચ્છર જન્ય રોગ જેવા કે ડેન્ગ્યૂ, મેલેરિયા અને ચીકનગુનિયા છે.
મચ્છરના ઉપદ્રવને રોકવા માટે સફાઈ અભિયાન પણ ચલાવવામાં આવે છે. તેમજ મચ્છરોથી છુટકારો મેળવવા લોકો બજારમાં મળતા સ્પ્રે, ઈલેક્ટ્રીક રેકેટ તેમજ કછુઆ અગરબતી અને પન્નીનો પણ ઉપયોગ કરે છે.
પરંતુ આ તમામ ઉપયોગ બાદ પણ મચ્છરનો ઉપદ્રવ ઓછો થતો નથી. મચ્છરને ભગાડવા માટે ફૂદીનાનું તેલ સચોટ ઉપાય છે. મિન્ટ ઓઈલને શરીર પર લગાડી પણ શકાય છે. તથા ઘરમાં ફૂદીનાના તેલનું સ્પ્રે કરવાથી મચ્છર નજીક નથી આવતા. ફુદીનાની પાંદડીઓને જો તમે ઇચ્છો તો બારીની બહાર લગાવી શકો છો.
જો કે, આ પ્રોડક્સમાં ઘણા પ્રકારના કેમિકલ્સ આવે છે, જે સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. માટે તમે મચ્છરને દૂર રાખવા માટે નેચરલ ઉપાયો અપનાવી શકો છો.લસણની થોડી કળીઓ વાટીને પાણીમાં ઉકાળી લો,
અને જે રૂમને તમે મચ્છર મુક્ત કરવા માંગો છો ત્યાં ચારે બાજુ છાંટો. જેમ કે આ દુર્ગંધ હોઈ શકે છે પરંતુ તેના લીધે મચ્છર ભાગી જાય છે. જો તમે પણ મચ્છરોથી પરેશાન છો તો આ ઉપાય થી મચ્છરોથી છુટકારો મેળવી શકો છો.