વલસાડ જિલ્લાના વાપી સ્થિત હરીયા એલ.જી.રોટરી હોસ્પીટલ ખાતે ગુજરાતની સર્વપ્રથમ સજાગ કાર્ડિયાક સર્જરી કરવામાં આવી છે. આ સજાગ કાર્ડિયાક સર્જરીનો લાભ આયુષમાન ભારત યોજનાના લાભાર્થીને આપવામાં આવ્યો છે. આ ટેકનિકની મદદથી દર્દીને કોઇ વેન્ટીલેટર કે જનરલ એનેસ્થેસિયા આપવાની જરૂર રહેતી નથી. દર્દીને ફેફસાંને આડઅસર કે તકલીફ થવાની શકયતા ખૂબ ઓછી થઇ જાય છે.આ સર્જરી જનરલ હાર્ટ સર્જરી કરતાં સસ્તી છે.આયુષમાન ભારતના લાભાર્થી વિનોદભાઇ શર્મા સરકારનો આભાર માની જણાવે છે કે, ‘ અમારા જેવા સામાન્ય માણસને મોટા શહેરમાં મળતી સારવાર સરકારના આયુષમાન ભારતના કાર્ડ થકી વાપી જેવા નાનકડા શહેરમાં ધરઆંગણે મળી છે. ઓછી તકલીફે જટિલ સર્જરી કરીને નવું જીવતદાન મળ્યુ છે.
કાર્ડિયાક સર્જરીનો લાભ આયુષમાન ભારત યોજનાના લાભાર્થીને આપવામાં આવ્યો છે.
RELATED ARTICLES