આયુષ્માન ભારત ગોલ્ડન કાર્ડ- માત્ર 30 રૂપિયામાં બનાવડાવો, અને 5 લાખ રૂપિયા સુધીની સારવાર મફતમાં કરાવો!
સરકારે શરુ કરેલી આયુષ્માન ભારત યોજના અંતર્ગત માત્ર 30 રૂપિયામાં આયુષ્માન ભારત ગોલ્ડન કાર્ડ બનાવડાવીને 5 લાખ રૂપિયા સુધીની સારવાર મફતમાં કરાવી શકાય છે. આ કાર્ડ કોઈ સામાન્ય કાર્ડ નથી. આ કાર્ડ આયુષ્માન ભારત યોજના સાથે જોડાયેલું છે, જેમાં સામેલ દરેક વ્યક્તિને આ કાર્ડ બનાવવું અનિવાર્ય છે. કાર્ડ બન્યા પછી જ તેમની સારવાર આ યોજના અંતર્ગત થઇ શકશે. આ યોજનામાં અત્યાર સુધીમાં 10 કરોડ પરિવારના લગભગ 50 કરોડ લોકો સામેલ છે, જેમને 5 લાખ રૂપિયા સુધીની સારવાર મફતમાં આપવામાં આવશે.
અહીં બનશે ગોલ્ડન કાર્ડ –
આયુષ્માન ભારત ગોલ્ડન કાર્ડ બે જગ્યાઓ પર બનશે. હોસ્પિટલમાં અને કોમન સર્વિસ સેન્ટર (CSC) પર. કોમન સર્વિસ સેન્ટર ગામડાઓમાં આસાનીથી મળી જાય છે. કાર્ડ બનાવવાના 30 રૂપિયા લેવામાં આવશે. કાર્ડને લેમિનેટ કરીને આપવામાં આવશે. આ યોજનામાં સામેલ દરેક વ્યક્તિ કોમન સર્વિસ સેન્ટર પર આવીને આયુષ્માન ભારતની યાદીમાં પોતાનું નામ ચેક કરી શકે છે. નામ હોવા પર તેમનું કાર્ડ બની જશે.
એવું નહિ થાય કે એક જ કાર્ડથી આખા પરિવારનું કામ ચાલી જશે. જો એક પરિવારમાં પાંચ વ્યક્તિ હોય તો અબધના જ કાર્ડ અલગ-અલગ બનશે. કોમન સર્વિસ સેન્ટર સિવાય આ કાર્ડ હોસ્પિટલમાં પણ બની જશે, અહીં કાર્ડ મફતમાં બનશે. સામાન્ય રીતે લોકો બીમાર થવા પર જ હોસ્પિટલ જાય છે, એટલે બીમાર થતા પહેલા જો કાર્ડ બનાવવું છે તો કોમન સર્વિસ સેન્ટર જવું પડશે.
આયુષ્માન યોજનાના બધા જ લાભાર્થીઓ માટે પ્રધાનમંત્રી ખુદ એક પત્ર મોકલી રહયા છે, જેમાં QR-code આપવામાં આવ્યો છે. QR-code હોવાથી હોસ્પિટલમાં તમારી ઓળખ આસાનીથી થઇ જશે. બધા જ લાભાર્થીઓનો QR-code જુદો-જુદો હશે. આ પછી હોસ્પિટલમાં તમારી ઓળખ થયા બાદ લાભાર્થી પરિવારને આયુષ્માન ભારત ગોલ્ડન કાર્ડ આપવામાં આવશે, જે તમને ખૂબ જ કામ આવશે.
આ પણ વાંચો : |
પોતાનો બિઝનેસ શરૂ કરવા સહાય યોજના |
મુખ્યમંત્રી અમૃતમ અને મા વાત્સલ્ય યોજના હેઠળ કાર્ડ કઢાવો |
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ‘ વ્હાલી દિકરી ’ યોજનામાં કરવામાં આવ્યો ફેરફાર… |
કઈ બીમારીઓની થશે સારવાર –
આયુષ્માન યોજના અંતર્ગત 1300થી વધુ બીમારીઓની સારવાર કરવામાં આવશે, જેમાં કેન્સર, હૃદયની બીમારી, કિડની, લીવર, ડાયાબિટીસ સહીત બીજી ઘણી બીમારીઓનો સમાવેશ થાય છે. આ સારવાર સરકારી કે ખાનગી હોસ્પિટલમાં કરાવી શકાશે. જેમાં તપાસ, દવા, સારવાર અને દાખલ થવાનો અને એ પછીનો બધો જ ખર્ચનો સમાવેશ થાય છે. આ સિવાય પહેલાથી જે બીમારી થઇ છે એને પણ કવર કરવામાં આવશે.