Friday, December 1, 2023
Home Gujarat જાણો ! આયુષ્યમાન યોજના વિષે, આ યોજનાનો લાભ લેવા માટે શું કરવું...

જાણો ! આયુષ્યમાન યોજના વિષે, આ યોજનાનો લાભ લેવા માટે શું કરવું ?

ભારતીય પરંપરામાં દીર્ઘ આયુષ્યને સદભાગ્ય ગણવામાં આવે છે. એટલે તો વડીલો આશીર્વાદ રૂપે ‘ સો વરસનો થજે ‘ અથવા ‘આયુષ્માન થજે’ એવા આશીર્વાદ આપે છે પરંતુ અસ્વસ્થ દીર્ઘાયુષ્ય જીવનાર માટે કંટાળારૂપ અને નજીકનાં સગાં માટે ભારરૂપ બને છે. ભારત સરકારના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા ૨૦૧૧ – ૨૦૧૨માં આયુષ્યમાન ભારત યોજના એટલે નેશનલ હેલ્થ પ્રોટેક્શન સ્કીમ (AB-NHPS) શરૂ કરવામાં આવી છે જેમાં બીમારીથી પીડાતા કેટલાય દર્દીઓને સમયસર યોગ્ય ફ્રી સારવાર મળી રહે એવી સગવડો ઉપલબ્ધ કરાવવામાં આવે છે.આ યોજનાનો લાભ લેવા માટે  સૌપ્રથમ લાભાર્થીનું  અને તેમના કુટુંબના સભ્યોના નામ નિયત માપદંડો ધરાવતા આર્થિક,સામાજિક અને જાતિ આધારિત સર્વેક્ષણ ૨૦૧૧ની યાદીમાં હોવું જરૂરી છે જેમાં પ્રતિવર્ષ રૂ.5 લાખ સુધીની સ્વાસ્થ્ય સેવાઓ વિનામૂલ્યે મળે છે. વેબસાઈટ mera.pmjay.gov.in પર જઈને અથવા તો હેલ્પલાઈન (14555) પર કોલ કરીને તમે એ જાણી શકો છો કે યોજનાનો લાભ તમને મળી શકશે કે નહિ.લાભાર્થીએ પોતાના આધારકાર્ડ અથવા કોઈ  ઓળખપત્ર અને રેશનકાર્ડ અથવા ‘ પ્રધાનમંત્રી પત્ર ‘ લઈ (૧) કોમન સર્વિસ સેન્ટર (૨) ઇ-ગ્રામ પંચાયત ખાતે વી.સી.ઇ દ્વારા,(૩)યોજના સાથે સંકળાયેલ હોસ્પિટલમાં જવાનું રહેશે.જ્યાંથી પોતાનું પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનું ગોલ્ડન કાર્ડ બનાવી શકશે. પોતાનું નામ લાભાર્થીની યાદીમાં છે કે નહીં એ જાણવા માટે, આયુષ્માન ભારતની વેબસાઈટ www.mera.pmjay.gov.in/search/login માં બીપીએલ કાર્ડ ધારક પોતાનો મોબાઈલ નંબર, રેશનકાર્ડ નંબર અથવા નામ સર્ચ કરીને પોતાનો સમાવેશ થયો છે કે નહિ તે જાણી શકે છે. આ ઉપરાંત હેલ્પલાઈન નંબર 14555 અને 1800 111 565 પર કોલ કરવાથી સરળતાથી માહિતી ઉપલબ્ધ થાય છે.આયુષ્યમાન યોજનાનો કોઇપણ જાતિ કે વર્ગનો હોય તે તમામને એનો લાભ મળે છે. આ ઉપરાંત બીપીએલ કાર્ડ ધારક અનુસુચિત જાતિ, જનજાતિ અને વિચરતી અને વિમુક્ત જાતિઓનો સીધો સમાવેશ કરવામાં આવ્યો છે. પરિવારની વ્યક્તિઓની સંખ્યામાં અને ઉંમરમાં કોઈ મર્યાદા રાખવામાં આવી નથી.લાભાર્થીઓ આયુષ્યમાન ભારત સાથે જોડાયેલી કોઇપણ સરકારી અને ખાનગી હોસ્પીટલમાં યોજનાનો લાભ મેળવી શકે છે. હોસ્પિટલમાં દાખલ થતાં સમયે આધારકાર્ડ , રેશનકાર્ડ, સ્માર્ટકાર્ડ કે આયુષ્યમાન કાર્ડ બતાવવું જરૂરી છે.આ હોસ્પિટલની માહિતી ભારત સરકાર દ્વારા આપેલી વેબસાઇટ hospitals.pmjay.gov.in/Search પરથી મળી રહે છે.આ યોજના સાથે જોડાવા માટે તમામ હોસ્પિટલોમાં આયુષ્માન મિત્ર પણ ઉપલબ્ધ કરવામાં આવે છે જે દરેક લાભાર્થીઓને સારવાર મેળવતી વખતે જરૂરી માર્ગદર્શન આપીને મદદરૂપ થાય છે.  આયુષ્માન યોજનામાં ભારતમાં કુલ 1350 પ્રકારની સર્જરી, તપાસ અને પ્રોસીજરનો લાભ મળે છે.  ઓપરેશનમાં બાયપાસ સર્જરી, મોતીયો, કોર્નિયલ ગ્રફ્ટીંગ, ઓર્થોપ્લાસ્ટી, છાતીમાં ફ્રેક્ચર, યુરોલોજીકલ સર્જરી, સીઝેરીયન ડીલીવરી, ડાયાલીસીસ, સ્પાઈન સર્જરી, બ્રેન ટ્યુમર સર્જરી તેમજ કેન્સરની વિવિધ સર્જરીઓનો સમાવેશ થાય છે.તમામ વ્યવહારો પેપરલેસ-કેશલેસ અને લાભાર્થીને મળતી રકમ ડાઇરેક્ટ ડેબિટ ટ્રાન્સફર દ્વારા સીધી ખાતામાં જ જમા કરવામાં આવે છે. નિરોગી લાંબુ જીવન લોકોને મળી રહે એ માટેની એક શ્રેષ્ઠ આયુષ્માન ભારત યોજના બહાર પાડી ભારત સરકાર આપણને  ‘ આયુષ્માન ભવ: ‘ ના આશીર્વાદ આપ્યા છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments