તમેને ખ્યાલ જ છે કે હવે બાળકને સ્કૂલમાં એડમિશન સમયે પણ કેટલીક સ્કૂલ આધારકાર્ડની માગણી કરતી હોય છે. કેટલાક માતા પિતા નવજાત બાળકનું આધારકાર્ડ કેવી રીતે બનાવવું તે વાતથી પણ અજાણ હોય છે. તેથી તે સમજવું જોઈએ કે નાનાં બાળકનું આધાર કાર્ડ ક્યાં અને કઈ રીતે બનાવી શકાય.
0-5 વર્ષની વયના બાળક માટે વાદળી રંગનુ આધાર કાર્ડ રિલીઝ કરવામાં આવે છે, અને 5 વર્ષથી મોટી ઉંમરના બાળકનું બાયોમેટ્રિક કરાવવું જરૂરી..
શું જરૂર પડે….
બાળકનું એક ફોર્મ ભરવાનું હોય છે. અને સાથે બાળક લઇ જવાનું હોય છે તેનો ફોટા પાડાવા માટે અને તેનું જન્મ પ્રમાણ પત્ર અને માતા કે પિતાનાં કોઈ પણ એકના આધાર કાર્ડની નકલ અને અને નકલ સાથે જેનું હોય તે પોતે રૂબરૂ જયેથી 5 વર્ષથી નાનાં બાળકનું આધાર કાર્ડ બનાવી શકાય છે. સાથે આ બધાના ઓરિજિનિલ કાગળ રાખવા..
5 વર્ષથી નાનાં બાળકનું આધારકાર્ડ બનાવવા માટે બાયોમેટ્રિક કરાવવાનું જરૂરી નથી. એટલે કે 5 વર્ષથી નાનાં બાળકની ફિંગર પ્રિન્ટ અને રેટિના સ્કેન કરવામાં આવતાં નથી. માત્ર તેનાં એક ફોટોની આવશ્યકતા હોય છે.
5 વર્ષથી વધારે ઉંમરનાં બાળકનું આધાર કાર્ડની નોંધણી માટે જન્મ પ્રમાણ પત્રની નકલ અને સ્કૂલનું ઓળખ પત્ર આપવાનું રહે છે, જેથી બાયોમેટ્રિક લઇ અન્ય કાર્ડ કાઢવી શકાય..
5 વર્ષથી વધારે ઉંમરનાં બાળકનું આધાર કાર્ડ બનાવવા માટે નોંધણી માટે જન્મ પ્રમાણ પત્રની નકલ અને સ્કૂલનું ઓળખ પત્ર આપવાનું રહે છે. જો 5 વર્ષની વયે બાળકનું એડમિશન કોઈ સ્કૂલમાં ન થયું હોય તો માતા-પિતાનાં આધારકાર્ડની નકલ ગેઝેટેડ અધિકારી અથવા મામલતદાર પાસે વેરિફાય કરાવવી આવશ્યક છે.
એડ્રેસ પ્રૂફ તરીકે ગેઝેટેડ અધિકારી / સાંસદ-ગ્રામ પંચાયત દ્વારા ફોટા સાથેનું પ્રમાણ પત્ર જ માન્ય ગણાય છે. 5 વર્ષથી વધારે ઉંમરનાં બાળકનું બાયમેટ્રિક સ્કેન કરાવવું આવશયક છે. 15 વર્ષની ઉંમર પછી બાળકનું ફરી બાયોમેટ્રિક વેરિફિકેશન કરાવવું જોઈએ.