બાબા કા ઢાબાને ફેમસ કરનાર youtuber ઉપર બાબાએ જ કર્યો છેતરપીંડીનો પોલીસ કેસ
લ્યો! બોલો…
બાબા કા ઢાબાને ફેમસ કરનાર youtuber ઉપર બાબાએ જ કર્યો છેતરપીંડીનો પોલીસ કેસ…
બાબા કા ધાબાના માલિક કાન્તા પ્રસાદ દ્વારા youtuber ગૌરવ વાસન વિરુદ્ધ દિલ્હીના માલવીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે.
આ મામલે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.ફરિયાદમાં કાન્તા પ્રસાદે કહ્યું છે કે ગૌરવ વાસને સોશિયલ મીડિયા સમુદાય પાસેથી દાન માંગવા માટે તેમના વીડિયોનો ઉપયોગ કર્યો હતો
અને તે ભંડોળનો ખોટો ઉપયોગ કર્યો હતો. ગૌરવ વાસન દ્વારા એમનો પહેલો વિડિયો બનાવ્યો હતો અને એમના તથા એમની પત્ની ના મદદ માટે ફંડ ભેગુ કર્યું હતું અને બાદમાં તે વિડીયો ખૂબ વાયરલ થયો હતો.