Friday, June 9, 2023
Home Ajab Gajab હાથી પર યોગ કરવા જતાં ગબડી પડ્યા બાબા રામદેવ

હાથી પર યોગ કરવા જતાં ગબડી પડ્યા બાબા રામદેવ

હાથી પર યોગ કરવા જતાં ગબડી પડ્યા બાબા રામદેવ

અગાઉ બાબા સાયકલ માંથી સ્લીપ થઈ ગયા હતા, તે વીડિયો વાયરલ થયો હતો ત્યારબાદ હમણાં હાથી પરથી બાબા પડી ગયા નો વિડીયો વાયરલ…


હાથી પર યોગ કરવા જતાં ગબડી પડ્યા રામદેવ, Video વાયરલ..

યોગ ગુરુ બાબા રામદેવ હાથી પર યોગ કરતાં હતા તે વખતે બાબા નું બેલેન્સ ન રહેતા નીચે પડી ગયા હતા.

જોકે આવું પહેલી વખત નથી કે જ્યારે તેમની સાથે આવું બન્યું હોય તેઓ અગાઉ સાયકલ પરથી પણ આવી રીતે પડી ગયા હતા.

જોકે આ વખતે બનેલી ઘટનામાં તેમને સદભાગ્યે કોઈ નાની મોટી ઈજાઓ પણ થઈ નથી. આ સંદર્ભનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયો સોમવારનો હોવાનું કહેવાય છે જ્યારે મથુરામાં રમણરેતી આશ્રમમાં બાબા સંતોને યોગ અભ્યાસ શિખવી રહ્યા હતા. (Video અંતમાં દર્શાવ્યો છે)

સોમવારે યોગ ગુરુ રામદેવ બાબા મહાવન રમણરેતી સ્થિત કાર્ષ્ણિ ગુરુ શરણાનંદ મહારાજના આશ્રમમાં સંતોને યોગ શિખવી રહ્યા હતા.

મંચ પર અહીં શરણાનંદ મહારાજે પણ યોગ કર્યા હતા. દરમિયાન એક હાથી પર પણ બાબા રામદેવે યોગાસન કર્યા હતા.

તેમનો એક વીડિયો વાયરલ થયો છે. મંગળવારે વાયરલ થવા લાગેલો આ વીડિયો 22 સેકન્ડનો છે. જેમાં બાબા હાથી ઉપર બેસીને યોગનું એક આસન કરવા જાય છે.

અચાનક હાથી હલે છે અને બાબાનું સંતુલન બગડી જાય છે. સંતુલન ખોરવાઈ જતાં તે નીચે ગબડી પડે છે. જોકે તેમને કોઈ ગંભીર ઈજા થઈ નથી.

ઉપરાંત બાબા રામદેવે યોગથી થતા ફાયદાઓ અંગેની જાણકારી સંતોને આપી હતી. તેમણે કહ્યું કે યોગ કરવાથી મુશ્કેલથી પણ મુશ્કેલ રોગ પણ ગાયબ થઈ જાય છે.

લોકોને સવારે અને સાંજે યોગ કરવા જોઈએ. શરણાનંદ મહારાજે કહ્યું કે ભારતમાં પ્રાચીન સમયથી લોકો યોગ કરતા આવ્યા છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments