Tuesday, October 3, 2023
Home Story ગુજરાતનું પેરીશ છે, આ ગામ ! મેટ્રો સીટીને પણ ટક્કર આપે છે,...

ગુજરાતનું પેરીશ છે, આ ગામ ! મેટ્રો સીટીને પણ ટક્કર આપે છે, આ ગામ….વાંચો આ ગામ વિષે….

ગુજરાત હાલ સમગ્ર જગ્યાને મેટ્રો બનાવવવાના અભ્યાન ચાલી રહ્યા છે. ત્યારે એક એવું ગામ સામે આવ્યું છે. જે સમગ્ર ગુજરાતમાં ખુબજ ચર્ચિત થયું છે..


આગમમાં સ્વછતાથી લઈને અનેક સુવિધાનું ખાશ ધ્યાન રાખવા માં આવ્યું છે. આ ગામમાં લગભગ હરેક એવી સુવિધા છે. જે એક મેટ્રો માં છે.


ગુજરાતના અનેક ગામો આજે જુદી જુદી રીતે આદર્શ અને મોડેલ વિલેજ બન્યા છે. નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી આદર્શ ગામ યોજના બાદ પણ ગામના વિકાસમાં થોડા અંશે સુધારો જોવા મળ્યો છે.

પણ બારડોલીનું બાબેન ગામ આ તમામ વિકાસથી અલગ સાબિત થયું છે,એટલે કે જ્યારે ગુજરાતના અનેક ગામોમાં પ્રાથમિક સુવિધાનો પણ અભાવ હતો તેવા સમયે આ ગામ આદર્શ બની ગયું હતું.

આ વિકાસ પાછળ 2007માં ગામના સરપંચ બનેલા ભાવેશ પટેલ અને હાલમાં સરપંચ પદ સંભાળી રહેલા તેમના પત્ની ફાલ્ગુનીબેન પટેલ સહિત ગ્રામ પંચાયતના સભ્યોનો મોટો ફાળો રહ્યો છે.


ગામના પૂર્વ સરપંચ ભાવેશ પટેલે સાથે ગામના વિકાસ અંગે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતુ કે,ગામલોકોની જાગૃતિના કારણે આ સંભવ બન્યુ છે.

સુરતથી 35 કિલોમીટર અને બારડોલીથી બે કિલોમીટરની અંતરે આવેલા બાબેન વિલેજના વિકાસની ગાથા આજે અજાણી નથી.


આશરે 15000 જેટલી વસ્તી ધરાવતા આ ગામમાં મેટ્રો શહેરોની જેમ પહોંળા આરસીસી રસ્તા, પાણી, મોર્ડન સ્ટ્રીટ લાઈટ, બેંક, પોસ્ટ ઓફિસ, સીસીટીવી, ડીગ્રી એન્જીનિયરિંગ કોલેજ સહિતની સુવિધાઓ છે.

2011માં બાબેન ગ્રામ પંચાયતને રાજ્યની શ્રેષ્ઠ ગ્રામ પંચાયત જાહેર કરાતા આ ગામ લાઈમલાઈટમાં આવ્યું હતું. જો કે આ પહેલા પણ તાલુકા અને જિલ્લા કક્ષાના પુરસ્કાર મળી ચૂક્યાં હતા.

15 વર્ષ પહેલા જંગલ જેવી અવસ્થામાં રહેલા આ ગામનો વિકાસ આજે કોઈને પણ ચકિત કરી દે તેવો છે.શહેર જેવી સુવિધાઓનો વિકાસ કરી ચૂકેલા આ ગામમાં હાલ ફાલ્ગુનીબેન પટેલ સરપંચ તરીકે કાર્યરત છે.હવે તેઓ ગામને કેસલેશ બનાવવા તરફ આગળ વધી રહ્યાં છે.


કેશલેસ માટે આગમમાં લોકો ને હાલ જાગૃત કરવામાં આવે છે.થોડા સમય બાદ ગામ કેશલેસ થાઈ જશે.સમગ્ર ગામજનો પણ ગામના સરપંચ ને એટલોજ સાથ આપે છે.

જેટલો સરપંચ ગામનો વિકાસ કરે છે.આ ગામને જોઈ ને ભલ ભલી મેટ્રો સિટી પણ આ ગાકમ આગળ જાંખી પડે છે.આગગામ ની રોનકજ એવી હોઈ છે કે જાણે આંહીં દરોજ દિવાળી હ્યોય એવું લાગે છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments