Monday, October 2, 2023
Home Gadget શાનદાર માઇલેજ સાથે બજાજે લૉન્ચ કરી CT 100 KS

શાનદાર માઇલેજ સાથે બજાજે લૉન્ચ કરી CT 100 KS

શાનદાર માઇલેજ સાથે બજાજે લૉન્ચ કરી CT 100 KS

શાનદાર માઇલેજ સાથે બજાજે લૉન્ચ કરી CT 100 KS, કિંમત 50 હજારથી પણ ઓછી, જાણો ફીચર્સ
નવી Bajaj CT100 KS આપશે 90 કિલોમીટર પ્રતિ લીટરની માઇલેજ, જાણો ફીચર્સ અને સ્પેશિફીકેશન્સ

શાનદાર માઇલેજ સાથે બજાજે લૉન્ચ કરી CT 100 KS, કિંમત 50 હજારથી પણ ઓછી, જાણો ફીચર્સ

નવી દિલ્હીઃ બજાજે ઓટોએ આ તહેવારની સીઝન પર નવી બાઇક CT 100 KS લૉન્ચ કરી છે. આ શાનદાર બાઇકને કંપનીએ 8 નવા ફીચર્સની સાથે ઉતારી છે.

અપડેટેડ Bajaj CT 100 કિક સ્ટાર્ટ (2020 Bajaj CT100 kick-start) વેરિયન્ટની કિંમત 46,432 રૂપિયા છે. જૂના મોડલની તુલનામાં અપડેટડ બાઇકનો ભાવ લગભગ બે હજાર રૂપિયા વધુ છે. આવો આપને આ બાઇકના કેટલાક ખાસ ફીચર્સ અને સ્પેશિફિકેશન્સ વિશે જણાવીએ…

ફીચર્સ અને સ્પેશિફીકેશન્સ

આ બાઇકમાં આગળની તરફ સસ્પેન્શન બેલો છે અને આઇલ માટે રિયલ ટાઇમ મીટર છે. આ ઉપરાંત રબર ટેન્ક પેડ છે.

આ ઉપરાંત ક્રોસ ટ્યૂબની સાથે બેટરી સ્ટેબિલિટી માટે હેન્ડલ બાર છે. તેમાં સપાટ આરામદાયક સીટ આપવામાં આવી છે. ફ્લેક્સિબલ અને ઈન્ડિકેટર લેન્સ ઉપરાંત કાચ છે.

આ રંગોમાં મળશે બાઇક..

નવી બજાજ CT100 KS ત્રણ રંગોમાં મળશે. તેમાં ગ્લોસ ઇબોની બ્લેક વિથ બ્લૂ ડિકલ્સ, મેટ ઓલિવ ગ્રીન વિથ યલો ડિકલ્સ અને ગ્લોસ ફ્લેમ રેડ વિથ બ્રાઇટ રેડ ડિકલ્સ છે.

નોંધનીય છે કે તેની કિંમત 46,432 રૂપિયા (એક્સ શોરૂમ દિલ્હી) છે અને તે ભારતમાં તમામ બજાજ ઓટો ડીલરશિપ પર ઉપલબ્ધ છે.

અત્યાર સુધીમાં 68 લાખ વેચી ચૂકી છે કંપની..

બજાજ ઓટો લિમિટેડના માર્કેટિંગ હેડ નારાયણ સુંદરમણે કહ્યું કે સીટી બ્રાન્ડે હંમેશા પોતાના મજબૂત પ્રસ્તાવ, મજબૂત એન્જિન, વિશ્વસનીયતા અને શાનદાર માઇલેજ ડિલીવર કર્યા છે,

જે તેના સેગમેન્ટમાં સૌથી સારી મોટરસાઇકલ બનાવે છે. અમારી સીટી રેન્જે સ્થાપના બાદથી 68 લાખથી વધુ મોટરસાઇકલનું વેચાણ કર્યું છે.

આ પણ વાંચો, દિવાળી પર લૉન્ચ થશે Hyundaiની આ જબરદસ્ત કાર, જાણો તેના ફીચર્સ

તેમાં છે અનેક નવા ફીચર્સ..

નવી CT100 KSમાં અપગ્રેડ કરવામાં આવેલી વિશેષતાઓ નિશ્ચિત રીતે ગ્રાહકોને આકર્ષિત કરશે, જે એક એવી મોટરસાઇકલ પસંદ કરવાનું લક્ષ્ય રાખે છે જે સુવિધા સંપન્ન, ઈંધણ કુશળ હોય,

પોતાના સેગમેન્ટમાં પૈસા માટે સર્વોત્તમ મૂલ્ય પ્રદાન કરે છે. ઉલ્લેખનીય છે કે બજાજની CT100 KS અલોયની કિંમત અને ES અલોયની કિંમતમાં પાંચ હજાર રૂપિયાનું અંતર છે. બજાજ CT100 KS અલોયની એક્સ શોરૂમ કિંમત 51,802 રૂપિયા છે.

માઇલેજ માટે બજાજની બાઇકની વિશેષ ઓળખ..

બજાજની મોટરસાઇકલો ખાસ કરીને તેની માઇલેજ માટે પ્રચલિત છે. નાના એન્જિનની સાથે આવતી આ બાઇક માઇલેજના મામલામાં અન્ય તમામ મોટરસાઇકલોને પાછળ છોડી દે છે.

રોજેરોજના જીવન માટે આ બાઇક સારી માનવામાં આવે છે.

આ પણ વાંચો, દિવાળી પર આમને મળશે સોના પર બમણો ફાયદો! જાણો કેવી રીતે થશે વધુ કમાણી

90 કિલોમીટર પ્રતિ લીટરની એવરેજ આપશે

નવી બજાજ CT100 KS એક લીટર પેટ્રોલમાં 90 કિલોમીટરની શાનદાર માઇલેજ આપે છે. આ આંકડો ARAI દ્વારા માન્યતા પ્રાપ્ત છે જે આદર્શ પરિસ્થિતિઓ મુજબ છે

RELATED ARTICLES

Most Popular

Recent Comments