ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બગદાણા ગામે જેમનો આશ્રમ હતો, તે બજરંગદાસ બાપા ત્યાગી અને સેવાધર્મી સંત હતા. લોકો સાથે તેઓ ગામઠી ભાષામાં વાત કરતા, એટલે સામાન્ય લોકવર્ગમાં તેમની ઘણી ચાહના હતી. દૂરદૂરથી લોકો તેમનાં દર્શને આવતા. ઘણાં સેવાભાવી પણ આવતા…
મહારાજાને તેમનાં દર્શને જવાની ઇચ્છા થઈ. તે માટે તેમણે બાપાની સંમતિ મગાવી. બજરંગદાસજીએ કહેવરાવ્યું કે હમણાં નહીં, મહારાજાએ ફરીથી પુછાવ્યું. બજરંગદાસજીએ ફરી કહેવરાવ્યું કે હમણાં નહીં. સંજોગવશાત્ તે પછીના દિવસોમાં મહારાજા દેવ થઈ ગયા. તેથી બજરંગદાસ બાપાના દર્શને જવાનું બની શક્યું જ નહીં.
આ પછી એક વાર રાજકુટુંબને બજરંગદાસ બાપાનાં દર્શને જવાનું થયું. બજરંગદાસજીને ઊંડું દુઃખ થયેલું હતું કે તેમના હૃદયને કોરી ખાતું હતું.
તેમને થતું હતું કે પુણ્યાત્મા મહારાજા સાહેબનાં દર્શન હું ન કરી શક્યો. તે મારાં દુર્ભાગ્ય છે. મને શો અધિકાર હતો કે મહારાજાને જ્યારે આવવું હતું ત્યારે..
મેં તેમને ના પાડી? મારાથી તેમને ના કહેવજીવાય જ કેવી રીતે? મને એવું કેમ સૂઝયું કે ખુદ મહારાજાને આવવાની મેં ની કહેવરાવી?
મને એવો અધિકાર.. નહોતો. એટલે ખરેખર તો હું જ સજાને પાત્ર છું. મેં ઘણું ખોટું કર્યું કે મહારાજાને બે વખત ના કહેવરાવી. ખરેખર મારી મોટો દોષ છે.
રાજકુટુંબની સાથે રાજકવિ હરદાનભાઈ આવેલા હતા. તેમના હાથમાં મોટો સોટો હતો. બજરંગદ્યસ બાપાએ સોટો માગ્યો. હરદાનભાઈએ સોટ આપ્યો તે હાથમાં લઈ હરદાનભાઈને કહે કે મને આ આનાથી મારો, મને મારો. મેં ઘણું ખોટું કર્યું છે. મારો દોષ છે.
મને સજા થવી જોઈએ. મને સોટાથી મારો. બજરંગદાસજીને કેટલું દુઃખ થયું હશે તે તેમના શબ્દો ઉપરથી સમજી શકાતું હતું.”
વર્ષો પછી મહારાજાનાં સૌથી નાનાં રાજકુમારી રોહિણીબા થોડાં મિત્રો અને સંબંધીઓ સાથે સંતશ્રી બજરંગદાસજીના દર્શને ગયાં હતાં. સંતે તેમને સૌને પશ્ચાત્તાપ સાથે કહ્યું કે મેં તક ગુમાવી છે.
તેનો વસવસો આજે પણ હૃદયમાં છે. મહારાજાની ખ્યાતિ રાજા તરીકે હોવા છતાં એક સંત સમાન હતી. મારા શિષ્યોએ મહારાજાને મળવા પ્રેરણા આપેલી પણ મારા અભિમાન, મેદ અને ઘમંડને લીધે મારી જડબુદ્ધિમાં એવો વિચાર પેદા થયો કે હું શા માટે તેમને મળું? હું તો તેમનાથી અધિક ઉચ્ચ સ્તર પર છું. આજે સમયનો ચૂક્યો હું પસ્તાઉં છું. મહારાજ નથી ત્યારે મોડે મોડે મને ભાન થાય છે કે મેં મહારાજનાં દર્શન ન કર્યો. ખરા સંત તો તે જ હતા.