હાલમાં જ આપને ખ્યાલ છે કે હૈદરાબાદમાં ડો, મહિલા સાથે રેપ બાદ તેની હત્યાને પગલે દેશમાં હલચલ મચી છે. લોકો દ્વારા ફરી એકવાર રેપના મામલામાં તાત્કાલિક સજા અને કડક સજાની માગ કરવામાં આવી રહી છે.
તમને ખ્યાલ છે કે શરીયતમાં રેપના મામલામાં કડક સજાની જોગવાઈ છે. જો કે, આ કાયદાઓને લાગૂ કરવાનો વિચાર કરતા જ વિવાદ શરૂ થઈ જાય છે. જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મેહબૂબા મુફ્તીએ થોડા મહિનાઓ પહેલા આ માગ પણ કરી હતી.
બળાત્કારને શરીયતમાં દોષીને સાર્વજનિક સ્થળ પર લઈ જઈને સૌથી સામે તેનું માથું વાઢી નાંખવામાં આવે છે.
UAEના કાયદા અનુસાર, જો કોઈએ સેક્સ સાથે સંકળાયેલો અપરાધ કર્યો હોય, તો તેને સાત દિવસની અંદર ફાંસી આપી દેવામાં આવે છે. ખાડીના કેટલાક દેશોમાં હાથ કાપી નાંખવાનો પણ રિવાજ છે.
શરીયતના કાયદા અનુસાર, સ્ત્રીઓ દ્વારા પુરુષોનું અપમાન કરવા પર 70-100 કોડા મારવાની સજા પણ આપવામાં આવે છે.
અફઘાનિસ્તાન, ઈરાન, ઈરાક, પાકિસ્તાન, સાઉદી અરબ, સૂડાન અને યમન જેવા દેશોમાં રેપના આરોપીઓને શરિયા કાયદા અંતર્ગત સજા આપવામાં આવે છે. જોકે, શરિયા કાયદો સંપૂર્ણરીતે ભારતમાં લાગૂ નથી.
અને ઉત્તર કોરિયામાં તો રેપનો કાયદો ખૂબ જ કડક અને મૃત્યુ દંડ છે. તેઓ રેપના આરોપીને જાહેરમાં માથામાં ગોળી મારે છે. આ દેશમાં કાયદો ક્યારેય કોઈ અપરાધીઓ પ્રત્યે દયા કે સહાનુભૂતિ નથી દાખવતો.
તેમજ ઈરાકમાં બળાત્કાર કરનારાને મોતની સજા આપવામાં આવે છે, પણ આ સજા આપવાની રીત થોડી અલગ હોય છે. રેપના આરોપીને ત્યાં સુધી પથ્થર મારવામાં આવે કે જ્યાં સુધી તે મૃત્યુ ના પામે. આવા બળાત્કાર જેવો ગૂનો કરનારની મૃત્યુ સરળ નથી હોતું, કારણ કે ગૂનેગારે પણ પીડા અને યાતના ભોગવવી પડે છે.
પોલેન્ડમાં બળાત્કારના આરોપીને ડુક્કર પાસે કરડાવવામાં આવે છે. જોકે, હવે એક નવો કાયદો આવી ચુક્યો છે, જેમાં આરોપીને નપુંસક બનાવી દેવામાં આવે છે. ઈન્ડોનેશિયામાં બળાત્કાર કરનારને પણ અલગ પ્રકારની સજા આપવામાં આવે છે. ત્યાં બળાત્કારના આરોપીને નપુંસક બનાવવાની સાથે તેનામાં મહિલાઓના હોર્મોન્સ નાંખવામાં આવે છે.
ચીન એ એવા કેટલાક ગણતરીના દેશોમાં સામેલ છે, જ્યાં રેપના મામલામાં મોતની સજાનું પ્રાવધાન છે. ત્યાં અત્યારસુધીમાં રેપની સજાના ભાગરૂપે ઘણા લોકોને મોતને ઘાટ ઉતારવામાં આવી ચુક્યા છે. ચીનમાં આ ગૂનાની સજા વહેવામાં વહેલીતકે આપવામાં આવે છે. કોઈ ટ્રાયલ નથી ચાલતી. જો મેડિકલ તપાસમાં રેપની વાત સાબિત થઈ જાય તો આરોપીને મૃત્યુદંડ આપવામાં આવે છે.